National

જેના નામમાં જ જીત છે એ ‘ગુર-જીત’નું જીવન પણ જાણવા જેવું જે ટીમને સેમી ફાઇનલમાં ખેંચી ગઇ

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olymppics) ગેમ્સ મહિલા હોકી (women hockey)ની સોમવારે અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલ (Quarter final)માં આત્મવિશ્વાસ સભર ભારતીય મહિલા ટીમે પોતાને સાબિત કરવાની પ્રતિબદ્ધતા સાથે સાહસિક પ્રદર્શન કરીને ત્રણવારની ચેમ્પિયન (three time champion) અને વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયા (Australia)ને 1-0થી હરાવીને પહેલીવાર રમતોના મહાકુભની સેમી ફાઇનલ (Semi final)માં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો હતો.

મહત્વની વાત એ હતી કે ઓસ્ટ્રેલિયાની ટીમ પુલ સ્ટેજમાં એક પણ મેચ હારી નહોતી અને તેઓ અજેય રહીને ક્વાર્ટર ફાઇનલ રમવા ઉતર્યા હતા, જ્યારે ભારતીય ટીમ પહેલી ત્રણ મેચ હાર્યા પછી સતત બે મેચમાં પોતાનાથી ઉંચી રેન્કિંગ ધરાવતા આયરલેન્ડ અને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા પછી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. અજેય રહીને ક્વાર્ટર ફાઇનલમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ગોલકીપર અને ડિફેન્ડર્સના મજબૂત પ્રતિકારને કારણે એક પણ ગોલ કરી શકી નહોતી. જ્યારે ભારતીય ટીમ વતી એકમાત્ર ગોલ ડ્રેગ ફ્લિકર ગુરજીત કૌરે (Gurjeet kaur)કર્યો હતો જે નિર્ણાયક સાબિત થયો હતો. ટીમ વતી એકમાત્ર અને નિર્ણાયક ગોલ કરનારી ગુરજીત કૌરનો ફોટો શેર કરીને ટોક્યો ઓલિમ્પિક્સ ફોર ઇન્ડિયા ટ્વિટર હેન્ડલ ટ્વિટ કરતાં લખ્યું હતું કે ‘ગુર-જીત’ એ ખેલાડી જે ટીમને સેમી ફાઇનલમાં ખેંચી ગઇ.

મેચ પછી ગુરજીતે કહ્યું હતું કે અમે ઘણાં ખુશ છીએ, આ અમારી આકરી મહેનતનું પરિણામ છે. અમે 1980માં પહેલીવાર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કર્યું હતું પણ આજે અમે પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સની સેમી ફાઇનલમાં પ્રવેશ્યા છીએ અને અમારા માટે એ ગૌરવપ્રદ પળ છે. પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટોક્યો ઓલિમ્પિક (ઓલિમ્પિક 2020) માં ભારત માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ભારતીય હોકી ટીમ 4 દાયકા પછી ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતની મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા હોકી ટીમે હાફ ટાઇમમાં ઓસ્ટ્રેલિયા પર 1-0ની લીડ મેળવી હતી. 

ભારતીય મહિલા ટીમે ત્રણ વખત સુવર્ણ ચંદ્રક વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવી

ભારતીય મહિલા ટીમને ત્રણ વખતની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે. 1980 ની ઓલિમ્પિક્સ રાઉન્ડ રોબિન ધોરણે રમાઈ હતી જેમાં મહિલા ટીમ અંતિમ 4 માં આવીને હારી ગઈ હતી.

Most Popular

To Top