Gujarat

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિમણૂક

ગાંધીનગર : ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ આજે પૂર્ણ થતાં હવે ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ (Chancellor) તરીકે ડૉ. નિરજા ગુપ્તાની (Dr. Nirja Gupta) નિમણૂક કરવામાં આવી છે. ડૉ. નીરજા ગુપ્તાની નિમણૂક થતાં જ ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ મહિલા કુલપતિ મળ્યાં છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે મધ્યપ્રદેશની સાચી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.

ડૉ. નીરજા ગુપ્તા અગાઉ અમદાવાદની ભવન્સ કોલેજના આચાર્યા રહી ચૂક્યા છે, તેમજ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય, સેનેટ સભ્ય ઉપરાંત એકેડેમી કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે.

Most Popular

To Top