SURAT

સુરતમાં ગુજરાતનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું: 28 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત: ઘરેલુ વપરાશની ગેસ બોટલમાંથી ગેરકાયદે (illegal) નાની બોટલમાં ગેસ રિફિલ કરી વેચવાનો ખુલ્લે આમ વેપલો સુરતમાંથી (Surat) ઝડપાયો છે. ગઇકાલે શુક્રવારે ઓલપાડના (Olpad) માસમાં ગામે આવેલી પિંન્કી ગેસ એજન્સીમાં ઓલપાડ પોલીસ (Police) અને એલસીબી (LCB) દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં. જેમાં 28 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઓલપાડના માસમાં ગામે ગુજરાત રાજ્યનું સૌથી મોટું ગેસ કૌભાંડ ચાલતુ હતું. જેની પોલીસને બાતમી મળતા ઓલપાડ પોલીસ અને એલસીબી એ સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતાં. તેમજ ચોંકાવનારી માહિતી આપી હતી. માસમાં ગામની પિંન્કી ગેસ રિફિલીંગ એજન્સી 16 કિલોની ગેસની બોટલોમાંથી ગેસ કાઢ્યા બાદ તે ગેસ અન્ય બોટલોમાં ભરી વેંચી દેતી હતી. આટલું જ નહીં પરંતુ પિંન્કી ગેસ સર્વિસનો માલિક પોતાના માણસો સાથે મળીને પાછલા 7 મહિનાથી ગેસ ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી 8ને વોન્ટેડ જાહેર કર્યા છે.

શુક્રવારે વહેલી સવારે ઓલપાડ પોલીસ અને એલસીબી દ્વારા ઓલપાડની પિંન્કી ગેસ રિફિલીંગ એજન્સીમાં પાડવામાં આવેલા દરોડામાં મોટા ખુલાસા થયા છે. જ્યારે દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન ગેસ એજન્સીના લોકો ઘરેલુ વપરાશના ગેસ સીલીન્ડરમાંથી ગેસની ચોરી કરી બીજી નાની બોટલોમાં ભરી રહ્યા હતાં. તેઓ દરેક બોટલ દિઠ દોઢથી બે કિલો ગેસની ચોરી કરી રહ્યા હતાં.

તપાસમાં સામે આવ્યું હતું કે ગેસ એજન્સીનો માલિક શાંતીલાલ પટેલ ઇન્ડીયન ગેસની એજન્સી ચલાવતો હતો. તેમજ પાછલા 7 મહિના કરતા વધુ સમયથી આ નેટવર્ક ચલાવતો હતો. જે માણસો રાખી આ નેટવર્કને ગેરકાયદેસર ચલાવતો હતો. સમગ્ર કૌભાંડની બાતમી મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતાં. દરોડામાં પોલીસે 4ની ધરપકડ કરી 8ને વોન્ટેડ જાહેર કર્યા હતાં. તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ
-મહિપાલ મગલારામ ખીચશ
-માનારામ ભાંદુલાલ પરમાર
-સુનીલ ભગીરથરામ બરડ
-સુરેન્દ્ર ઉર્ફે પિન્ટુ નેતારામ ડારા

વોન્ટેડ આરોપીઓ
-પિંન્કી ગેસ એજન્સીના માલિક, જયશ્રીબેન આર. ગામિત
-એજન્સીના માલિક મનોજ ભાઇ આર. હામિત
-ગોડાઉનના સંચાલક પરેશભાઇ શાંતિલાલ પટેલ
-ટેમ્પો ચાલક આમપ્રકાશ ગેબરરામ ડારા
-ટેમ્પો ચાલક વિજયભાઇ બોડીયા
-ટેમ્પો ચાલક શીવપ્રકાશ મેલા
-ટેમ્પો ચાલક માંગીલાલ સીયાક
-ગોડાઉનની દેખરેખ રાખનાર પ્રકાશભાઇ

Most Popular

To Top