Gujarat

ગુજરાત કેડરના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) કેડરના 2020 બેચના 6 આઈએએસ (IAS) અધિકારીઓ જે સચિવાલયમાં જુદા જુદા વિભાગોમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ આઈએએસ અધિકારીઓની આસિસ્ટન્ટ કલેકટર તરીકે જુદા જુદા જિલ્લાઓમાં બદલી (replace) કરવામાં આવી છે.જે 6 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં કૃષિ અને સહકાર વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી કંચનની બદલી આસિસ્ટન્ટ કલેકટર વિરમગામ ખાતે કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા નતીશા માથુરની બદલી આસિસ્ટન્ટ કલેકટર અંકલેશ્વર ખાતે કરવામાં આવી છે.

  • ઉપસચિવ તરીકે ફરજ બજાવતા તમામને વિવિધ
  • 6 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે
  • જિલ્લાઓમાં આસિ. કલેકટર તરીકે મુકવામાં આવ્યા

6 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી
પંચાયત ગ્રામ ગૃહ વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા યુવરાજ સિદ્ધાર્થની બદલી આસિસ્ટન્ટ કલેકટર પાલીતાણા ખાતે કરવામાં આવી છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા જયંત કિશોર માનકલેની બદલી આસિસ્ટન્ટ કલેકટર હિંમતનગર ખાતે કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા દેવહુતિની બદલી આસિસ્ટન્ટ કલેકટર ગોંડલ ખાતે કરવામાં આવી છે, જ્યારે મહેસુલ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા યોગેશ શિવકુમાર કપાસેની બદલી આસિસ્ટન્ટ કલેકટર ડભોઈ ખાતે કરવામાં આવી છે.

Most Popular

To Top