Gujarat

ગુજરાતના CM સિક્યુરિટીના પાંચ DYSPઓની અચાનક બદલી

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના મુખ્યમંત્રીની (Gujarat CM) સુરક્ષા (Security) વ્યવસ્થામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષામાં તૈનાત રહેતા તમામ ડીવાયએસપીની (DYSP) બદલી કરવામાં આવી છે. ક્યા કારણોસર આ બદલી થઇ છે તેનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ રાજકિય અટકળો થઈ રહી છે.

મહત્વની બાબત એવી છે કે આ તમામ પોલીસ અધિકારીઓને હજી પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી. મુખ્યમંત્રીના કાફલામાં રહેલા છ ડીવાયએસપીની બદલી વહીવટી કારણોસર કરવામાં આવી છે તેવો સરકારી જવાબ મળે છે પરંતુ આ તમામને વેઇટીંગ ફોર પોસ્ટીંગનો આદેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીની પોલીસ કાફલાના આ સલામતી પોલીસ અધિકારીઓ હથિયારી છે. જેમની બદલી થઇ છે તેમાં ડીવાયએસપી એસકે શાહ, પીપી વ્યાસ, જીએ જાડેજા, પીઆર સંઘાણી, વીડી ગોહિલ અને એસબી બારોટનો સમાવેશ થાય છે. આ અધિકારીઓના સ્થાને બીજા પોલીસ અધિકારીઓ મૂકવામાં આવ્યા છે.નવા મૂકાયેલા અધિકારીઓમાં કુલદીપ શર્મા, ડીવી પટેલ, પીડી વાઘેલા, એચવી ચૌધરી અને આર એલ બારડનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સુરક્ષામાં છેલ્લા ઘણાં સમયથી આ છ ડીવાયએસપી ફરજ બજાવતા હતા.

Most Popular

To Top