Gujarat

‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મળ્યું

ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ખાતે ‘ગુજરાત જ્ઞાન ગુરુ – G3Q મેગા ફિનાલે ક્વિઝ’ પ્રસંગે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કામગીરી જેમ કે સરકાર કેવી રીતે અને ક્યાં કામ કરી રહી છે, કઇ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેની માહિતી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝે કર્યું છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ ક્વિઝ શરૂ કરી ત્યારે કોઇને વિશ્વાસ નહોતો કે આ ક્વિઝને આટલી મોટી સફળતા મળશે. આ ક્વિઝને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન’માં સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં 27 લાખથી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 25 લાખથી વધુ લોકો આ ક્વિઝ રમ્યા છે. એટલું જ નહીં 1 લાખ 25 હજારથી વધુ લોકો આ ક્વિઝમાં વિજેતા પણ બન્યા છે. આ વિજેતાઓને રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો પણ અપાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ક્વિઝમાં અત્યાર સુધી ગુજરાતના કુલ ૨૭.૭૨ લાખથી વધુ પ્રજાજનોની ભાગીદારી નોંધાતા દેશના શિક્ષણ ઇતિહાસમાં પણ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓને જોડતા આ અભિયાન અંતર્ગત ગુજરાતની યુવાશક્તિના જ્ઞાનનો ખજાના અને જિજ્ઞાસા સંતોષતી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ – G3Qનું આયોજન જુલાઇ મહિનાથી કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top