Gujarat

જેમના રોલ મોડેલ ગોડસે હોય તેવાને ગાંધીજી વિશે કંઈક પણ બોલવાનો અધિકાર નથી: જીજ્ઞેશ મેવાણી

અમદાવાદ: સૂતરની આંટી સાથે જે મહાત્મા ગાંધીજીનું નામ જોડાયેલું છે, તેની વિચારધારા હૃદયમાં હોવી જરૂરી છે. ગાંધીજીની હત્યા કરનાર ગોડસેને રોલ મોડલ માનનારા લોકોએ ગાંધીજી વિશે કંઈપણ કહેવાનો અધિકાર નથી, તેવું વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. જીગ્નેશ મેવાણી વધુમાં કહ્યું હતું કે સ્વચ્છતા અભિયાનમાં ગાંધીજીના ચશ્માનો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધી આશ્રમનું રીનોવેશન કરી રહ્યા છે, પરંતુ તેમના હૃદયમાં હિંસા, નફરત અને ગોડેસે બેઠેલો છે. જે ગોડસેની વિચારધારામાં માને છે, તેને મહાત્મા ગાંધીજી, રાહુલ ગાંધી કે કોંગ્રેસ પક્ષ વિષે કઈ જ કહેવાની જરૂર નથી. આઝાદીની લડતમાં જેમનું કોઈ યોગદાન નથી, તેવા વ્યક્તિઓ આજે ગાંધી વિચારધારાની વાત કરી રહ્યા છે

ગોધરાની મેદની જોઈને ભાજપ ડઘાઈ ગયું છે: મનીષ દોશી
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો મનીષ દોશીએ જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં જેમનું કોઈ યોગદાન નથી, તેવા વ્યક્તિઓ આજે ગાંધી વિચારધારાની વાત કરી રહ્યા છે, જે શરમજનક છે. ગાંધી વિચારધારાવાળી ખાદી ભંડારની વ્યવસ્થા ભાજપ સરકારે તોડી નાખી છે. આજે ગોધરામાં આટલી મોટી જનમેદની જોઇને ભાજપ ડગાઈ ગયું છે,, ત્યારે હવે ગાંધીના નામે ખોટા વિવાદો ઉભા કરી રહ્યું છે. મને એ વાતની ખુશી છે કે છેટવે ભાજપને ગાંધી વિચારધારા અને ગાંધીજીની વસ્તુઓ યાદ તો આવી.

Most Popular

To Top