Gujarat

નાબૂદ કરાયેલા 24 મહેસૂલી કાયદા હેઠળ નવી-જુની શરતનો સત્તા પ્રકાર નક્કી કરવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી

ગાંધીનગર: ગુજરાતમાં 24 જેટલા નાબૂદ કરાયેલા મહેસૂલી કાયદાઓ હેઠળ આવતી જમીનો નવી શરતની છે કે જૂની શરતની છે તે અંગે વહીવટી કમિટીના અહેવાલનો સ્વિકાર કરી રાજ્ય સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. આ અહેવાલ સીએલ મીના કમિટીએ બનાવ્યો હતો અને તેમાં કાયદા પ્રમાણેના જિલ્લા અને વિસ્તારો પ્રમાણે જમીનનો સત્તાપ્રકાર નિશ્ચિત કર્યો છે.

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે નાબૂદ થયેલા આ 24 કાયદા હેઠળ આવતી જમીનના સત્તાપ્રકાર અંગે વિભાગે માર્ગદર્શિકા બનાવી છે જેનું પાલન જિલ્લા કલેક્ટરોએ કરવાનું રહેશે. મહેસૂલ વિભાગ એક સપ્તાહમાં આ અંગેનો ઠરાવ બહાર પાડશે. સરકારે બહાર પાડેલી આ ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા કલેક્ટરોને કેસ ટુ કેસ નિર્ણય લેવામાં સરળતા રહેશે.સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે મોટાભાગની જમીનો જૂની શરતની તેમજ કેટલાક કિસ્સામાં નવી શરતની પણ ઠરાવવામાં આવી છે જેમાં ગણોતધારાની જોગવાઇ પણ લાગુ પાડવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લાને લાગુ પડે છે ત્યાં સુધી ધી મુંબઇ વટવા વજીફદારી હક્ક એબોલિશન એક્ટ 1950 હેઠળની વટવાની જમીનો પૈકી વજીફદાર ખાતાની તેમજ વંશપરંપરાગત ધારણ કરતાં ખેડૂતોની જમીનને જૂની શરતની ઠરાવવામાં આવી છે. જો કે જ્યાં ગણોતધારો લાગુ પડતો હોય ત્યાં નવી શરતની જમીન ગણાશે.

ધી મુંબઈ ભાગીદારી અને નરવાદારી ટેન્યોર અબોલીશન એકટ 1949, ધી મુંબઈ પરગણા અને કુલકર્ણી વતન એબોલીશન એકટ 1950, ધી મુંબઈ જાન ઈનામ નાબુદી એકટ -1952 , ધી મુંબઈ વિલીન પ્રદેશો ( બરોડા વતન એબોલીશન ) એકટ 1953, ધી મુંબઈ રૈયત ઉપયોગી ચાકરિયાત ઈનામ અબોલીશન એકટ – 1953, ધી મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વાત્વાર્પણ નાબૂદ એકટ – 1955, ધી મુંબઈ કનિષ્ઠ ગામ વતન ( ગામ નોકર સરકાર ઉપયોગી ) નાબૂદી એકટ – 1958 , ધી મુંબઈ બંધી જમા – ઉઘડ અને ઉગડિયા ટેન્યોર એબોલીશન એકટ -1959,ગુજરાત પટેલ વતન નાબુદી ધારો 1961 હેઠળ સુરત , ભરુચ , વડોદરા , નર્મદા , વલસાડ અને નવસારીમાં પણ જમીનો આવેલી છે. જયારે ધી સાગબારા અને મેવાસી એસ્ટેટ ( એબોલિશન ઓફ પ્રોપરાઈટરી રાઈટસ ) રેગ્યુલેશન 1962 એકટ હેઠળ ( નિઝર ) , નર્મદા ( સાગબારા – ડેડીયાપાડા ) માં જમીનો આવેલી છે.

Most Popular

To Top