Gujarat

જીટીયુનું સ્ટાર્ટઅપ ઈન્ટરનેશનલ “રિલોકેટ ટુ ફિનલેન્ડ” સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

તાજેતરમાં રાયગઢ છત્તીસગઢ ખાતે યોજાયેલા નેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ – 2021માં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં સ્ટાર્ટઅપકર્તા દ્વારા પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કરવાના સ્ટાર્ટઅપને નેશનલ લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આગામી સમયમાં આ સ્ટાર્ટઅપ દ્વારા ઈન્ટરનેશનલ લેવલે “રિલોકેટ ટુ ફિનલેન્ડ” સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સૌરઉર્જા અને વૈકલ્પિક ઉર્જાનો વપરાશ વધારવા માટે આ પ્રકારના સ્ટાર્ટઅપ ખૂબ જ ઉપયોગી નિવડશે. ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાના સ્ટાર્ટઅપને નેશનલ લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તેમની સફળતા બદલ સમગ્ર જીટીયુ પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.

રાયપુર ખાતે આવેલ ઓ.પી. જિન્દાલ યુનિવર્સિટી દ્વારા આયોજીત નેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ – 2021માં વિવિધ સ્ટાર્ટઅપની 4000થી વધુ એપ્લિકેશન આવી હતી. ફાઈનલ રાઉન્ડ માટે 12 ટીમની પસંદગી કરાઈ હતી. જેમાંથી જીટીયુ સ્ટાર્ટઅપ અર્કી મોટર્સને પ્રથમ નંબરે વિજેતા ઘોષિત કરીને રૂપિયા 35000 એવોર્ડ સ્વરૂપે આપવામાં આવ્યા હતાં.

Most Popular

To Top