Surat Main

ગ્રીષ્મા હત્યા કેસ : ફેનિલે ડિસ્ટ્રીક્ટ જજને કહ્યું, ‘મારે તમને મળવું છે’

સુરત : (Surat) ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) આજે સોમવારે ફેનિલની (Fenil) ધરપકડ (Arrest) કરનારા પોલીસ કર્મચારી સહિત અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. કોર્ટમાં (Court) ફેનિલે ડિસ્ટ્રિક્ટ જજને (District Judge) કહ્યું કે, મારે તમને મળવું છે, આ સાથે જ ડિસ્ટ્રિક્ટ જજે પ્રત્યુત્તર આપતા કહ્યું કે, તમને એક આરોપી તરીકેના હકો મળશે, પરંતુ વીઆઇપી સુવિધા નહીં મળે.

  • ફેનિલની આ માંગણી સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ પણ ચોંકી ઉઠ્યા
  • ડિસ્ટ્રિક્ટ જજે ખુલ્લી અદાલતમાં ફેનિલને કહ્યું, ‘તમને આરોપીના હકો મળશે વીઆઈપી સુવિધા નહીં’

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે લાજપોર જેલમાંથી આરોપી ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં ફેનિલે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસને મળવા માટે જણાવ્યું હતું, ફેનિલની આ માંગણી સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ખુલ્લી કોર્ટમાં આરોપી ફેનિલને કહ્યું કે, તમને એક આરોપી તરીકેના તમામ હકો આપવામાં આવશે, પરંતુ તમારી વીઆઇપી માંગણીઓ નહીં સંતોષાઇ, અગાઉ પણ તમે ખુલ્લી કોર્ટમાં લાડુ ખાવાની વાત કરી હતી. આ ઘટના બાદ ફેનિલ સામે કાર્યવાહી આગળ વધી હતી. જેમાં આજે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અંદાજીત 10 જેટલા સાક્ષીઓની તપાસ્યા હતા. આ સાક્ષીઓમાં ફેનિલ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તેના આચાર્ય, ફેનિલનો એક મિત્ર, ફેનિલની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ કબજે કર્યા તે સાક્ષીની પણ જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 90 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આગામી બે દિવસોમાં અન્ય બાકી સાક્ષીઓની જુબાની લઇને ટ્રાયલ પૂરી કરવામાં આવશે. ત્યારબાદ બીજા અઠવાડિયામાં આ કેસનો ચૂકાદો આવે તેવી પણ શક્યતા છે.

કોર્ટમાં ગ્રીષ્માની મોપેડનો ફોટો ઝૂમ કરીને નંબર ઓળખી બતાવાયો
કોર્ટમાંથી મળતી માહિતી મુજબ બચાવપક્ષ તરફે સીસીટીવી ફૂટેજને લઇને જુબાની લેવામાં આવી હતી. જેમાં એક ઓપરેટરની પણ જુબાની લેવાઇ હતી. બચાવપક્ષે આ ઓપરેટરને એક ફોટો બતાવીને તેમાંથી ગ્રીષ્માની મોપેડનો નંબર જણાવવા કહ્યું હતું. ત્યારે આપરેટરે ફોટો ઝૂમ કરીને ગ્રીષ્માની મોપેડનો નંબર જણાવવામાં આવ્યો હતો.

હત્યાના કેસની ટ્રાયલ ખુબ જ ઓછા સમયમાં પુરી થાય તેવી શક્યતા
પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે બળાત્કારનો ગુનો બને છે તેમાં ખૂબ જ ઓછા સાક્ષીઓ હોય છે, તેવા સમયમાં બળાત્કારની ઘટનાની ટ્રાયલ ખુબ જ ઝડપથી પૂર્ણ થઇ જાય છે, પરંતુ હત્યા જેવા ગુનામાં પોલીસ તપાસ ઉપરાંત પોલીસે એકઠા કરેલા પુરાવાના આધારે સાક્ષીઓની જુબાની લેવી અને ઓછા સમયમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવી તે ખૂબ જ અઘરી બાબત છે, પરંતુ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ગત તા. 28મી ફેબ્રુઆરીથી સુરતની કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ હતી અને 15 થી 17 દિવસમાં જ 90 થી વધુ સાક્ષીઓની જુબાની લઇને આ કેસની ટ્રાયલ પૂરી કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

Most Popular

To Top