Sports

IPL : પંતનાં માર્ગદર્શનને પગલે જ ધોનીને આઉટ કરવામાં સફળતા મળી : આવેશ ખાન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) ના ઝડપી બોલર આવેશ (AVESH KHAN) ખાને સારી બોલિંગ (AMAZING BOWLING) કરી હતી. તેણે આઈપીએલ મોકૂફ રાખવામાં આવી ત્યાં સુધી 8 મેચ રમી અને 14 વિકેટ (WICKET) લીધી. આ ઝડપી બોલરે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)ની વિકેટ પણ લીધી હતી. આવેશે શૂન્યના સ્કોરે ધોનીને ક્લીન બોલ્ડ (CLEAN BOLD) કરી દીધો હતો.

આવેશ ખાને ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે રીષભ પંતે ધોનીની વિકેટ લેવામાં મદદ કરી. આવેશે કહ્યું, ‘મેં મારો રન અપ શરૂ કરતાં જ મેં પંત તરફ જોયું. તે સમયે, બેટ્સમેનનું ધ્યાન મારા પર હતું. જ્યારે યોર્કરની જરૂર પડે ત્યારે રીષભ પંત (RISHABH PANT) ઇશારો કરતા હતા. આવેશ ખાને કહ્યું કે, જો તેણે મને ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરાવવી પડતી હોત, તો તેના માટે કંઈક અલગ જ ઈશારો હોય છે. અમે બંને ઇશારામાં વાત કરતા હતા.

આવેશે જણાવ્યું હતું કે તેણે પંતની સાથે મળીને મહેન્દ્રસિંહ ધોનીને પણ પોતાની જાળીમાં ફસાવી દીધો હતો. આવેશે કહ્યું, ‘બહુ ઓછી ઓવર બાકી હતી અને પંત જાણતો હતો કે ધોની મોટો શોટ રમવાનો પ્રયત્ન કરશે. તે એ પણ જાણતો હતો કે મહેન્દ્રસિંહ ધોની 4 મહિના પછી બેટિંગ કરવા આવ્યો છે, તો તે તેના માટે સરળ રહેશે નહીં. પંતે મને બોલ ટૂંકાવાનું કહ્યું. મેં પણ એવું જ કર્યું અને ધોની શોટ ફટકારવાનો પ્રયત્ન કરવા જતા જ બોલ્ડ થયો હતો. 

‘ત્રણ વર્ષ પછી સ્વપ્ન પૂર્ણ થયું’

મેચ બાદ આવેશ ખાને ધોનીની વિકેટને સપનાની વિકેટ ગણાવી હતી. તે અગાઉ વર્ષ 2018માં ધોનીની વિકેટ લેવાનું ચૂકી ગયો હતો. ત્યારબાદ કોલિન મુનરોએ તેની બોલ પર ધોનીનો કેચ પડતો મૂક્યો. આવેશે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા માહીભાઇ (મહેન્દ્રસિંહ ધોની) નો કેચ ડ્રોપ થયો હતો. પરંતુ આખરે આ સપનું સાકાર થયું અને હવે હું ખૂબ જ ખુશ છું. આવેશ ખાને કહ્યું કે અમારી યોજના માહીભાઇ ઉપર શરૂઆતથી દબાણ કરવાની હતી કારણ કે તે લાંબા સમયથી રમી રહ્યો નથી. પ્રેશરને કારણે મને આ મહત્વની વિકેટ મળી. 

આ 24 વર્ષીય બોલરને આઈપીએલ -14 માં સારુ પ્રદર્શન કરવાનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈંગ્લેન્ડ જઇ રહેલ ભારતીય ટીમમાં આવેશ ખાનની પસંદગી કરવામાં આવી છે. અને સ્ટેન્ડ બાય ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top