SURAT

સુરતના લાલદરવાજા સહિત કોટ વિસ્તારના આ પાંચ રસ્તા 10મી મે સુધી બંધ કરાયા

સુરત: (Surat) શહેરના તળ વિસ્તારમાં વર્ષો જૂની પાણી (Water) અને ડ્રેનેજની (Drainage) લાઈનો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ (Board Exam) હોવાથી મેયરે શહેરના રસ્તા ઉપર ખોદકામ ન કરવા સૂચના આપી હતી. પરંતુ હવે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ ફરીવાર વોલસિટી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈનોનાં કામ શરૂ કરાશે. તળ સુરતમાં વિવિધ રસ્તા પર પાણી અને ડ્રેનેજની કામગીરી કરવાની હોવાથી રસ્તા બંધ રહેશે.

  • લાલ દરવાજા જંકશનથી રેશમ ભવન થઈ સૂર્યપુર ગરનાળા સુધીનો રસ્તો 10 મે સુધી બંધ કરાયો
  • પીરછડી રોડ, કાંસકીવાડ વિસ્તારના અનેક રોડ 30 એપ્રિલસુધી બંધ કરાયા
  • માળી ફળિયું, મસ્કતિ હોસ્પિટલની ગલી 26 એપ્રિલથી 10 મે સુધી બંધ
  • બેગમપુરા મેઈન રોડ, પ્રગતિ સ્કૂલથી ફાલસાવાડી ચાર રસ્તા 25 એપ્રિલ સુધી બંધ
  • આઈપી મિશનથી ક્રાઈમ બ્રાન્ચ સુધીનો રોડ 10 મે સુધી બંધ કરાયો

પ્રથમ તબક્કામાં લાલ દરવાજા જંક્શનથી રેશમ ભવન થઈ સૂર્યપુર ગરનાળા સુધી પાણીની લાઈન નાંખવાની અગત્યની કામગીરી આવતીકાલથી શરૂ થશે અને 10 મે સુધી કરાશે. આ સમયગાળા દરમિયાન આ રસ્તા પર સૂર્યપુર ગરનાળાથી લાલ દરવાજા જંક્શન તરફ આવતા તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારનાં વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ પીરછડી રોડ, કાંસકીવાડ વિસ્તારના અનેક રોડ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવશે. માળી ફળિયું, મસ્કતિ હોસ્પિટલની ગલી 26 એપ્રિલથી 10 મે સુધી બંધ, બેગમપુરા મેઈન રોડ, પ્રગતિ સ્કૂલથી ફાલસાવાડી ચાર રસ્તા 12 એપ્રિલથી 25 એપ્રિલ માટે બંધ રહેશે. તેમજ આઇ.પી. મિશનથી ક્રાઇમ બ્રાંચ સુધીનો રોડ 13 એપ્રિલથી 10 મે સુધી બંધ રાખવામાં આવશે.

વાહન વ્યવહાર માટે વિકલ્પરૂપે આ રસ્તાનો ઉપયોગ કરી શકાશે
વાહન વ્યવહાર માટે વિકલ્પ અપાયો છે. આંશિક રોડ તથા સૂર્યપુર ગરનાળાથી કતારગામ તરફ જવા માટે સૂર્યપુર ગરનાળામાંથી નીકળી સુમુલ ડેરી રોડ તથા પોદ્દાર આર્કેડ પાસે વૈશાલી થઈ અલ્કાપુરી બ્રિજ પર થઈ કતારગામ જઈ શકાશે. જ્યારે લાલ દરવાજા જંક્શન પર જવા માટે સૂર્યપુર ગરનાળાથી રેલવે સ્ટેશનથી દિલ્હીગેટ થઈ જઈ શકાશે. મસ્કતિ હોસ્પિટલથી ગોળવાડા ચકલાં થઈ માળી ફળિયાથી પીરછડી રોડ તરફ રાજમાર્ગથી ભાગળ ચાર રસ્તા થઈ પીરછડી રોડ તરફ જઈ શકાશે. આ ઉપરાંત વાહન અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે.

Most Popular

To Top