Sports

ફાયનલ કાઉનડાઉન: આર્જેન્ટીના ફ્રાન્સ આમને-સામને, ગોલ્ડન બુટ માટે મેસ્સી અને એમ્બાપે વચ્ચે જંગ…

કતાર: ફિફા ફૂટબોલ વિશ્વ કપ (FIFA Football World Cup) હવે સમાપનને આરે છે. આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ (France) ફાઇનલમાં કતારના લુસેલ સ્ટેડિયમમાં બે વખતની વિશ્વિવ કપ વિજેતા આર્જેન્ટિના (Argentina) સામે ટકરાશે. અત્યારે તો હર એકના મુખે એક જ વાતની ચર્ચાઓ ચાલે છે કે, આખરે કોણ બાજી મારી જશે ..? આ દિલધડક મુકાબલામાં એક તરફ ફ્રાન્સને જીતાડવાની જવાબદારી સ્ટાર સ્ટ્રાઈકર કાઈલીયન એમબાપ્પે (Kylian Embappe) અને ઓલિવિયર ગીરોડ જેવા ખેલાડીઓના ખભા પર રહેશે તો બીજી બાજુ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી (Lionel Messi) ફૂટબોલ વિશ્વકપમાં ઈનલ મેચ અંતિમ વખત રમી ટાઈટલ જીતવા માટે રમશે અને આ સાથે જ તેઓ ફૂટબોલ વિશ્વકપને અલવિદા પણ કહેશે.

મેસી ઘણા વર્ષોથી વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું જોયુ છે
આર્જેન્ટિના અને ફ્રાન્સ રવિવારે ચેમ્પિય ઓફ ધી ચેમ્પિયન બનવા માટે ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ફાઇનલ એક કરતાં વધુ રીતે આકર્ષક અને ભાવનાસભર હશે કારણ કે આ મેચ મેસી માટે છેલ્લી વર્લ્ડ કપની મેચ હશે. મેસી ઘણા વર્ષોથી વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું જોયુ છે અને આ વખતે તેની પાસે આ ટ્રોફી મેળવવાની છેલ્લી તક હશે. ટાઈટલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે શરૂ થશે.

ફાયનલમાં પહોચેલી બને ટીમો બે-બે વાર વિશ્વકપ જીતી ચુકી છે
મેસ્સીની સામે વર્તમાન ચેમ્પિયન અને ખુબ જ મજબૂત ટીમ ફ્રાન્સ છે જેને હરાવવું આર્જેન્ટીના માટે જરાય આસાન નહીં હોય. જોકે ફ્રાન્સ સતત બીજો વર્લ્ડ કપ જીતવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે તો આર્જેન્ટિનાની ટીમ પણ કોઈ કસર છોડવાની નથી. અત્બંરે ઉલ્નેલેખનીય છે કે ફાયનલમાં આવેલી બને ટીમો બે વખત આ ટ્રોફી જીતી ચૂકી છે.

ફ્રાન્સને હરાવવું આર્જેન્ટીના માટે જરાય આસન નહિ હોઈ
મેસ્સીની સામે વર્તમાન ચેમ્પિયન અને ખુબ જ મજબૂત ટીમ ફ્રાન્સ છે જેને હરાવવું આર્જેન્ટીના માટે જરાય આસાન નહીં હોય. જોકે ફ્રાન્સ સતત બીજો વર્લ્ડ કપ જીતવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે તો આર્જેન્ટિનાની ટીમ પણ કોઈ કસર છોડવાની નથી. અત્બંરે ઉલ્નેલેખનીય છે કે ફાયનલમાં આવેલી બને ટીમો બે વખત આ ટ્રોફી જીતી ચૂકી છે. આર્જેન્ટિનાએ 1978 અને 1986માં આ ખિતાબ જીત્યો હતો જ્યારે ફ્રાન્સે 1998 અને 2018માં આ ખિતાબ જીત્યો હતો. આર્જેન્ટિનાને 36 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવાની તક મળી છે. આ સાથે જ ફ્રાન્સ સતત બીજી વખત ટાઈટલ જીતવાથી હવે માત્એર એક જ ડગલું દૂર છે.

મેસ્સીની સરખામણી મહાન મેરાડોના સાથે
મેસ્સીએ પોતાના જોરદાર પ્રદર્શનથી આર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. તેની સરખામણી મહાન ફૂટબોલર મેરાડોના સાથે કરવામાં આવી રહી છે. મેસ્સીએ કુલ પાંચ ગોળ કરીને પહેલા ક્રમે છે આ ઉપરાંત તેને ત્રણ ગોલ કરીને ચાહકોના દિલ જીત્યા છે.

Most Popular

To Top