Dakshin Gujarat

VIDEO: ઝઘડીયા જીઆઈડીસીમાં મેટ્રેસ બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની ઝઘડિયા (Zaghadiya) જીઆઈડીસીમાં (GIDC) આવેલી કર્લોન એન્ટરપ્રાઈઝ કંપની(Kurlon enterprise)માં આજે શુક્રવારે વહેલી સવારે ભીષણ આગ (Fire) ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. કંપનીમાં પ્લાન્ટમાંથી (Company plant) અચાનક ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા બાદ આગ લાગી હતી. ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે ઝઘડિયા જીઆઈડીસી અને આસપાસના ફાયર ફાઈટરને મદદે બોલાવી લેવાયા છે. આ ઘટનામાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી.

  • ભરૂચ જિલ્લાના GIDCની એક કંપનીમાં લાગી ભીષણ આગ
  • કર્લોન એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં લાગી આગ
  • ધૂમાડાના ગોટા થયા બાદ આગ ફાટી નીકળી
  • માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યે અચાનક કંપનીમાં લાગી આગ
  • કામદારોને બચાવી લેવા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • આગ પર કાબૂ મેળવવા 5 ફાયર ફાયટરો દોડી ગયા

મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે 8 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગનો મેસેજ મળતા ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના થઇ હતી. કોર્લોન એન્ટરપ્રાઈઝ લીમીટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મેટ્રેસ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જેના ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી નજરે પડ્યા હતા. પ્રાથમિક તબક્કે 5 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે. જે આગ ઉપર પાણીનો મારો ચલાવી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. કંપનીમાંથી કામદારોને સલામત બહાર કાઢી લેવાયા છે. ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસ પણ કંપની ખાતે પહોચી હતી. આગના મામલાણી તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને જીપીસીબીની ટીમ પણ પહોચી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્લાન્ટમાં ક્યાં કારણોસર આગ લાગી તેની તપાસ સરકારી વિભાગની ટીમ સ્વતંત્ર રીતે હાથ ધરશે. બનાવમાં કંપનીમાં પ્લાન્ટને મોટું નુકશાન પહોચવાનો અંદાજ લગાવી રહ્યો છે. મોટી માત્રામાં મટીરીયલ પણ બળીને ખાક થઇ ગયું છે.

ભીલાડ-નંદીગામ હાઇવે ઉપર વાહન પાછળ બાઈક અથડાતાં યુવાનનું મોત
ઉમરગામ : ઉમરગામના ઝરોલી ભંડારવાડ વિસ્તારમાં રહેતા પ્રભાત ગણેશ પટેલ અને તેની માતા સંગીતાબેન બુધવારે મોટરસાયકલ ઉપર ખાતરની ખરીદી કરવા ભિલાડ જતા હતા. દરમિયાન બપોરે 1.15 વાગ્યે નંદીગામ જૈન મંદિર આગળ ટેકરા ઉપર મુંબઈથી વાપી જતા રોડ ઉપર નંદીગામમાં વાહન પાછળ મોટરસાયકલ અથડાતા પ્રભાત (ઉંમર વર્ષ 22)ને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ભિલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંતબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે સંગીતાબેનને સામાન્ય ઇજા થઈ હતી. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં જાણ ફરિયાદ જશવંતભાઈ પટેલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top