Fashion

રેની સિઝનમાં જોર્જેટ અને નાયલોનના ડ્રેસ કુલ અને કમ્ફર્ટેબલ લૂક આપે છે

વરસાદી સિઝનમાં વરસાદ તો ગમે ત્યારે પડી શકે છે અને તમે નહીં ઇચ્છતા હો તો પણ પલળવું તમારી મજબૂરી બની જાય છે. ગર્મીથી બચવું અને કમ્ફર્ટેબલ રહેવું આ ઋતુમાં જરૂરી હોય છે ત્યારે તમે ફેબ્રિકનું ખાસ ધ્યાન રાખો. સુરતની યુવતીઓ અને મહિલાઓ ફેશનેબલ અને સ્માર્ટ બનીને રહેવામાં અવ્વલ રહે છે. તેઓ રેની સિઝનમાં કેવા ફેબ્રિકના ડ્રેસ પહરે છે તે જોઈએ.

ડાર્ક અને ફ્લોરલ પ્રિંટવાળા જોર્જેટ, કોટન અને નાયલોનના કપડાં આ સિઝનમાં બેસ્ટ ઓપ્શન બન્યાં છે
વરસાદમાં ડાર્ક કલરના ફ્લોરલ પ્રિંટવાળા જોર્જેટ, કોટન અને નાયલોનના કપડાંની સાથે સ્કાર્ફ કુલ અને કમ્ફર્ટેબલ લૂક આપવાની સાથે બેસ્ટ ઓપ્શન છે. જોર્જેટ અને શીફોનના કપડાં ખાસ્સા કલાસી અને કમ્ફર્ટેબલ લૂક આપે છે તેમજ જલ્દી સુકાય પણ છે પણ તે ટ્રાંસપરન્ટ લાગે છે. કોટનના કપડાં સૌથી વધુ કમ્ફર્ટેબલ હોય છે પણ, તે જલ્દી સુકાતા નથી પણ મોનસૂનમાં કુલ લૂક મેળવવા કોટનના ડ્રેસ કેરી કરવા ટ્રેન્ડી માનવામાં આવે છે. નાયલોનના કપડાં વોટરપ્રુફ હોય છે અને જલ્દી સુકાય પણ જાય છે. આ સિઝનમાં સ્કાર્ફ અને દુપટ્ટા સાથે રાખવાથી ફેસ અને વાળ કવર થઈ જાય છે.

Most Popular

To Top