Columns

સેક્સ લાઈફને નષ્ટ કરતાં પરિબળો

શું તમને સેક્સમાંથી રસ ઊડી ગયો છે કે પછી કામેચ્છાઓ મંદ પડી ગઈ છે? જાતીય સુખની ચરમસીમા સુધી કે તેની પૂરતી મજા માણવામાં તકલીફ થાય છે? સેક્સ તમારી પ્રાથમિકતાની યાદીમાં સૌથી છેલ્લે સ્થાને આવી ગયું છે? જો એવું હોય તો તમે પણ અન્ય અનેક લોકોની જેમ ઘટતી જતી અથવા તો મંદ થઈ રહેલી કામેચ્છાનો ભોગ બન્યા હોઈ શકો છો.
જાતીય ઇચ્છા એ સંબંધોની તંદુરસ્તીના લિટમસ ટેસ્ટ જેવી છે. તબીબી સમસ્યાઓથી માંડીને માનસિક પરિસ્થિતિઓ અથવા બંનેના જીવલેણ મિશ્રણ સુધીની ઘણી બધી બાબતો તમારા જાતીય આનંદમાં સંભવિત અવરોધરૂપ બની શકે છે. જો કામેચ્છાઓમાં ઘટાડો થવાનું ચાલુ રહે તો તેની સારવાર જરૂરી છે. લગભગ 20 % પુરુષો આ સમસ્યાનો ભોગ બને છે. જ્યારે 35 %થી વધુ સ્ત્રીઓને તેમની જાતીય ઇચ્છાઓમાં ઘટાડાનો સામનો કરવો પડે છે પરંતુ તેઓ તે વિશે મુક્ત રીતે બોલી શકતી નથી. તમારા જાતીય સંબંધોમાંથી ઉત્તેજના કે આવેગો દૂર કરનારા કે તેને નષ્ટ કરનારા કેટલાકની યાદી અહીં રજૂ કરાઈ છે.

કામેચ્છાનાશકઃ તણાવ
કેટલાક લોકો તણાવમાં હોય ત્યારે ઘણી વસ્તુઓ સારી રીતે કરે છે. સામાન્ય રીતે સેક્સી લાગવું એ તેમાંથી એક નથી. કામ, ઘર કે સંબંધોમાં તણાવ કોઈને પણ થઈ શકે છે. આવી સ્થિતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવી તે શીખવું અત્યંત મદદરૂપ બની રહે છે. તમે જાતે પણ ઘણું બધું કરી શકો છો અને સલાહકાર અથવા ડોક્ટર પણ મદદ કરી શકે છે. સેક્સ લાઈફને તંદુરસ્ત બનાવવા માટે પુરુષે માનસિક રીતે બિલકુલ સ્વસ્થ રહેવું જરૂરી છે.
તણાવમાં રહેવાથી સેક્સ સહિત ઘણી વસ્તુઓનો આનંદ હણાઈ જાય છે. જો તમારી સારવારમાં દવાઓનો સમાવેશ થતો હોય, તો તમારા તબીબને જણાવો કે તમારી સેક્સ ડ્રાઈવ ઓછી છે કે કેમ, કારણ કે ડિપ્રેશનની કેટલીક (પરંતુ તમામ નહીં) દવાઓથી સેક્સ ડ્રાઈવ ઓછી થઈ જાય છે. સેક્સોલોજિસ્ટ સાથે પણ આ વિશે વાત કરો.

કામેચ્છાનાશકઃ પાર્ટનરની સમસ્યાઓ
તમારા પાર્ટનર સાથેની સમસ્યાઓ ટોચના સેક્સ-ડ્રાઇવ કિલર્સમાંની એક છે. નિકટતાની લાગણી સ્ત્રીઓની કામેચ્છામાં મુખ્ય ભાગ ભજવે છે. પુરુષ અને મહિલા એ બંનેએ ઝઘડા, વાતચીતનો અભાવ, વિશ્વાસઘાતની લાગણી અથવા અન્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો સંબંધોમાં પુનઃ પાછા ફરવું મુશ્કેલ લાગે તો કપલ કાઉન્સેલરની સલાહ લો.
બંને જાતિઓ માટે, ઝઘડા, નબળા સંદેશાવ્યવહાર, વિશ્વાસઘાતની લાગણી અથવા અન્ય વિશ્વાસના મુદ્દાઓમાંથી પડતી માટે ધ્યાન રાખો. જો પાટા પર પાછા ફરવું મુશ્કેલ હોય, તો દંપતીના સલાહકારનો સંપર્ક કરો.

સેક્સ-ડ્રાઇવ કિલર: આલ્કોહોલ
એક ડ્રિંકથી સેક્સ માટેનો તમારો આવેગ અને જોશ કદાચ વધી શકે છે પરંતુ વધારે પડતો આલ્કોહોલ તમારી સેક્સ ડ્રાઇવને હણી શકે છે. તમે જો નશાની અવસ્થામાં હોવ તો કદાચ તેનાથી તમારા જીવનસાથીની સમાગમની ઈચ્છાઓ હણાઈ જાય તેવું પણ બની શકે છે.

સેક્સ-ડ્રાઇવ કિલર : બહુ ઓછી ઊંઘ
જો સેક્સ માટેનો તમારો આવેગ જતો રહ્યો હોય તો કદાચ તેનો અર્થ એ છે કે તમે પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા. શું તમે ખૂબ મોડા સૂવા જાઓ છો અથવા ખૂબ વહેલા ઊઠો છો? શું તમને ઊંઘની સમસ્યા છે જેમ કે ઊંઘ આવવામાં તકલીફ થવી કે પછી સ્લીપ એપનિયા જેવી સ્થિતિ? રાતના આરામને ડિસ્ટર્બ કરતી કોઈ પણ બાબતની અસર તમારી સેક્સ લાઈફ પર થાય છે. વધુ પડતો થાક સેક્સની લાગણીઓને દબાવી દે છે. પૂરતી ઊંઘ આવે તેવા પ્રયાસ કરો. દિનચર્યામાં ફેરફાર કરો અને શક્ય હોય તો ડોક્ટરની સલાહ લો.

સેક્સ-ડ્રાઇવ કિલર : દવાઓ
કેટલીક એવી દવાઓ છે જે તમારા આરોગ્યને લગતી સમસ્યાઓ માટે સારી છે પરંતુ તમારી સેક્સ લાઇફ માટે નહીં. કેટલીક દવાઓ કામેચ્છાને હણી શકે છે. આ પૈકીની કેટલાક પ્રકારની દવાઓ અહીં દર્શાવાઈ છે:
એન્ટિડિપ્રેસન્ટ્સ
બ્લડપ્રેશર દવાઓ
કીમોથેરાપી
એન્ટિ-HIV ડ્રગ્સ
ફિનાસ્ટરાઇડ

વાળ ખરતા અટકાવવા માટેની લોકપ્રિય દવા.
દવાઓ અથવા ડોઝમાં ફેરફાર કરવાથી મદદ મળી શકે છે. તે વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો અને કોઈ પણ દવા લેવાનું ક્યારેય બંધ ન કરો. જો તમે નવી દવા લેવાનું શરૂ કરો તે પછી તરત જ જો તમારી સેક્સ ડ્રાઇવ અટકી જાય તો તમારા ડોક્ટરને પણ કહો.

સેક્સ ડ્રાઇવ કિલરઃ તમારા શરીર અંગે ખોટી ધારણા
તમે જેવા દેખાઓ છો તે તમને ગમતું હોય તો સેક્સી લાગવું વધુ સરળ છે. તમે જેવા દેખાવ છો એટલે કે તમારા બાહ્ય દેખાવને સ્વીકારો. પોતાની જાત વિશે સારું વિચારવાથી તમારા મૂડમાં સુધારો થાય છે. જો તમારા જીવનસાથીને આ પ્રકારની સમસ્યા હોય તો તેમના આત્મવિશ્વાસમાં વધારો કરો અને તેમને ખાતરી આપો કે તેઓ અત્યંત સુંદર અને સેક્સી છે.

સેક્સ-ડ્રાઇવ કિલર : સ્થૂળતા
જેમ પાણી અને તેલ ક્યારેય એકબીજા સાથે ભળતાં નથી તે જ રીતે સેક્સ અને મેદસ્વીતાને પણ આડવેર છે. વધુ પડતાં વજનને કારણે કામેચ્છાઓ મંદ પડી જાય છે. એવું પણ બની શકે છે કે તમે સેક્સનો મહત્તમ આનંદ ન માણી શકો, તમે ઇચ્છો તે રીતે કામ ન કરી શકો અથવા ઓછા આત્મવિશ્વાસને કારણે પાર્ટનર સાથે જોઈએ તેવો દેખાવ ના કરી શકો. વજનમાં આંશિક ઘટાડો કરવાથી પણ સેક્સ લાઈફમાં મોટા હકારાત્મક ફેરફાર શક્ય છે.

સેક્સ-ડ્રાઇવ કિલર: શિશ્નોત્થાનની સમસ્યા
શિશ્નોત્થાનની સમસ્યા ધરાવતાં પુરુષોને સેક્સ માણતી વખતે પોતાના પર્ફોર્મન્સ અંગે સતત ચિંતા રહે છે. જો કે હવે આડઅસરો વિનાની નવી દવાઓ સાથે ગણતરીના દિવસોમાં શિશ્નોત્થાનની સમસ્યાની સારવાર કરી શકાય છે.
સેક્સ-ડ્રાઇવ કિલરઃ અંતઃસ્ત્રાવની ઊણપ
ટી હોર્મોન, ટેસ્ટોસ્ટેરોન, સેક્સ ડ્રાઇવને વેગ આપે છે. જેમ જેમ પુરુષોની ઉંમર વધે છે તેમ તેમ તેમના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર થોડું ઘટી શકે છે. જો કે તેને કારણે જ બધા સેક્સની ઇચ્છા ગુમાવતા નથી પરંતુ કેટલાકમાં તેમ જોવા મળે છે. અન્ય ઘણી બાબતો જેમ કે- સંબંધોથી માંડીને વજન સુધીની બાબતો પણ પુરુષની સેક્સ ડ્રાઇવ અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરને અસર કરે છે તેથી દરેક પુરુષ માટે કોઈ એક જ ઉપાય કારગર નથી નિવડતો. માન્ય સેક્સોલોજિસ્ટની સલાહ લઈ તે મુજબ આગળ વધવું જોઈએ.

સેક્સ-ડ્રાઇવ કિલર : રજોનિવૃત્તિઃ
ઘણી સ્ત્રીઓ માટે રજોનિવૃત્તિ કાળની આસપાસ સેક્સ ડ્રાઇવ મંદ પડી જાય છે. જેનું કારણ સેક્સ દરમિયાન યોનિમાર્ગની શુષ્કતા અને પીડા જેવી સમસ્યાઓ છે. ફોરપ્લેમાં વધુ સમય આપો. તેનાથી યોનિમાર્ગની સ્નિગ્ધતામાં વધારો થાય છે. દરેક સ્ત્રીની પ્રકૃતિ અલગ હોવાથી મેનોપોઝ પછી તમારા સંબંધો, આત્મસન્માન અને એકંદર તંદુરસ્તી તરફ ધ્યાન આપીને એક સરસ સેક્સ લાઇફ જીવી શકાય છે.

સેક્સ-ડ્રાઇવ કિલર : નિકટતાનો અભાવ
નિકટતાની લાગણી વિના માણવામાં આવતું સેક્સ કામેચ્છાને ખતમ કરી શકે છે. આત્મીયતા એ સેક્સ કરતાં પણ વિશેષ છે. જો તમારી સેક્સ નિષ્ક્રિય બની રહી હોય, તો સાથે મળીને વધુ નોન-સેક્સ્યુઅલ સમય વિતાવવાનો પ્રયાસ કરો. હું હંમેશાં કહું છું કે જે કપલ કાયમ એકબીજા સાથે સંવાદ કરે છે, સાથે ચાલે છે, કોફી માટે જાય છે તે બેડરૂમમાં પણ ખૂબ સરસ સમય વિતાવી શકે છે. સેક્સ કર્યા વગર પ્રેમ વ્યક્ત કરવાના રસ્તા શોધો. એકબીજાની વધુ નજીક જવાથી તમારી સેક્સ ડ્રાઇવને ફરીથી જોશપૂર્ણ બનાવી શકાય છે.

Most Popular

To Top