Vadodara

વરસાદમાં એન્ટ્રી ગેટ પડી ગયા બાદ પણ પાલિકાએ હજુ ચોક્કસ કામગીરી કરી નથી

વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ કામગીરી પ્રજાહિતમાં કરવામાં આવતી નથી જે પણ કામગીરી કરે એ તકલાદી કામગીરી કરવામાં આવે છે જેનું ઉદાહરણ તરીકે વડોદરા શહેરના રોડ-રસ્તા ડ્રેનેજની કામગીરી બ્રિજની કામગીરી અને શહેરમાં જે ગ્રેન્ટ્રી ગેટ લગાવવામાં આવ્યા છે તેની અંદર પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરીને તકલાદી કામગીરી કરવામાં આવી છે થોડા દિવસ અગાઉ ભારે પવન સાથે વડોદરા શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી પાડી હતીª. ગ્રેન્ટ્રી ગેટ આવેલું છે તે ધરાશાયી થઈ ગયું હતું. હજુ પણ વડોદરા શહેરની અંદર ગ્રેન્ટ્રી ગેટ આવેલા છે. મોટા-મોટા હોર્ડિંગ્સ લાગેલા છે અને રોડની ઉપર બે કાન વાળા હોર્ડિંગ્સ લાગેલા છે જે નાગરિક માટે જાનહાનિ સાબિત થાય તેમ છે.

વડોદરા મહાનગર પાલિકાનો તિજોરી અત્યારે તળિયાઝાટક વડોદરા શહેરમાં હોર્ડિંગ લગાવવાની કોઈપણ પ્રકારની પાલિકા પાસે ચોક્કસ નથી ઇજારદારો ને મનફાવે તેવા હોડીગસો  લગાવવામાં આવે છે. બે જવાબદાર અધિકારીઓ કાયદાને ઘોળીને પી ગયા છે ઇજારદારો ને સાલીયાળુ બાંધી આપ્યું છે ઇજારદારો   અને અધિકારોની ભાગ બટાઈ કરી રહ્યા છે. ઇજારદાર અધિકારીઓને ખુશ રાખે છે અને નેતાઓ જે છે એ અધિકારીઓને ખુશ રાખે છે. નાગરિકોના પૈસા જે છે એ વેરા ના રૂપિયા વેડફાઈ છૅ થઇ કોઈપણ પ્રકારની આવક પાલિકામાં થતી નથી. માત્ર ને માત્ર પાલિકાના અધિકારીઓ દ્વારા સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અગાઉ વડોદરાનો સ્માર્ટ સિટીમાં એક થી નંબર 10 નંબર હતો હવે 20 નંબર પર ધકેલાઇ ગયું છે પ્રજાના હિતને નહીં પણ તગલગી નિર્ણય લેશે તો આવી જ હાલત થશે સુપ્રીમ કોર્ટના ગાઇડ લાઇનનો પણ પાલિકા તંત્ર ઘોળીને પી ગયું છે. હોર્ડિંગ્સ લગાવવા માટેની કોઈ પણ ચોક્કસ પોલીસી બનાવવામાં આવી નથી. રોડની ઉપર હોર્ડિંગ્સ લગાવવામાં આવે નહીં રોડની જમણી અને ડાબી બાજુ રોડ સાઈડ હોડીગ્સ હોવું જોઈએ. રોડની ઉપર હેવી હોર્ડિંગ્સ ચાલે નહીં.

કોર્પોરેશનને હોર્ડિંગ્સ પરથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી જે અગાઉ એન્ટ્રી ગેટ પડી ગયા તેની સ્ટ્રક્ચર ડિઝાઇન કોને પાસ કરી તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોની મહેરબાનીથી તેને બચાવવામાં આવે છે જ્યારે હેરિટેજ જગ્યા હોય કાલાઘોડા છે કમાટીબાગ છે ન્યાયમંદિર છે માંડવી છે જેવા અનેક હેરિટેજ વિસ્તાર જગ્યા પર હોર્ડિંગ્સ લગાવવા જોઈએ નહીં પરંતુ કાયદાને ઘોળીને પી ગયા હોય એવી રીતે ત્યાં પણ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મોટાભાગના ગ્રેન્ટ્રી ગેટ ઉતારી લેવામાં આવ્યા છે અને જે પ્રાઇવેટ જગ્યા પર હોડીગસો લાગેલા છે તેઓને સૂચના પણ આપી દેવામાં આવી છે ગ્રેન્ટ્રી ગેટ ધરાશાયી થયો તેમાં કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે જેનો 10 દિવસમાં જવાબ આપવામાં આવશે. જે ભયજનક હોડીગસો છે તેઓને પણ ઉતારી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયમાં હોર્ડિંગ્સ ની આવકમાં વધારો થશે એડવર્ટાઇઝ આવકમાં ઘટાડો થયો છે મહાનગરપાલિકાએ છે ત્રણ એડવર્ટાઈઝમેન્ટ એજન્સી જે ભાડા પેટે રાખી છે તે પ્રોપર પ્રજાહિતમાં કામ નહીં કરે તો એ તેને રદ કરવામાં આવશે.

Most Popular

To Top