Entertainment

પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં પહોંચ્યા મહેમાનો, મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

બોલિવૂડ દીવા પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢાની (Raghav Chadhha) આજે સાંજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ (Engagement) થઈ રહી છે. તેમના જીવનની આ મહત્વપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે બોલીવુડ તેમજ રાજકીય ક્ષેત્રના અનેક લોકો હાજરી આપવા પહોંચી રહ્યા છે. સગાઈ માટે લગભગ 150 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે જેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનનો સમાવેશ થાય છે. શીખ રિવાજો અનુસાર પરિણીતી અને રાઘવની આજે સાંજે 5 વાગ્યે સગાઈ શરૂ થઈ છે. દરમ્યાન સગાઈ સ્થળ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાનું જાણવા મળ્યું છે.

પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ રહી છે જેમાં હાજરી આપવા માટે બોલિવૂડના ઘણા સેલેબ્સ દિલ્હી પહોંચ્યા છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને અન્ય મહેમાનો દિલ્હીમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાના નિવાસસ્થાને પહોંચ્યા છે. સગાઈમાં પરિણીતી ચોપરા બોલિવૂડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો આઉટફિટ પહેરવા જઈ રહી છે. પરિણિતી કપૂરથલા હાઉસ પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ માટે દિલ્હીના કપૂરથલા હાઉસને પસંદ કરવામાં આવ્યું છે. સગાઈ સેરેમની બોલિવૂડ થીમ પર હશે. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસ પણ સગાઈમાં શામેલ થવાની વાત હતી પરંતુ એરપોર્ટ પર ફક્ત પ્રિયંકા ચોપરા જ સ્પોટ થઈ હતી. જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત પ્રિયંકા જ સગાઈમાં શામેલ થશે. તાજેતરમાં અભિનેત્રીના ઘરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એપાર્ટમેન્ટ લાઇટથી ઝગમગી ઉઠ્યું હતું. સગાઈ માટે રાજકારણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગભગ 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પરિણીતી અને રાઘવની સગાઈ સમારંભમાં ફૂડ મેનુ કબાબ સહિત ભારતીય ભોજનનું મિશ્રણ હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિણીતીના ભાઈઓ સહજ અને શિવાંગ તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. શિવાંગ સગાઈ માટે ભોજનની વ્યવસ્થા સંભાળી રહ્યો છે. નજીકના સ્ત્રોતે જાહેર કર્યું કે મેનૂમાં કબાબ શામેલ હશે અને શાકાહારી વિકલ્પો પણ હશે. પરિવાર અને નજીકના મિત્રો ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને પ્રિયંકા ચોપરા સહિત રાજકારણ અને બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top