SURAT

શિવસેનાના બે નેતાઓ એકનાથ શિંદેને મનાવવા સુરતની હોટલની અંદર પહોંચ્યા..

સુરત (Surat): મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં છે ત્યારે શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક સુરત પહોંચી ગયા છે. તેઓ એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યોને મળવા માટે હોટલની અંદર પણ ગયા છે. જોકે, અગાઉ એવું જાણવા મળ્યું હતું કે ગેટ પર તૈનાત પોલીસે તેને હોટલમાં જવાની ના પાડી દીધી હતી. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મેં એકનાથ શિંદે સાથે વાત કરી છે. આ સમગ્ર ઘટના પાછળ ભાજપનો હાથ છે. ઈડીની કાર્યવાહીથી ડરીને એકનાથ શિંદેએ બળવો કર્યો છે. ઘણા ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે કે તેમને બળજબરીથી ત્યાં લઈ જવામાં આવ્યા છે.

શિવસેનાના (Shivsena) મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) સોમવારે રાત્રિથી 30 જેટલાં ધારાસભ્યોને (MLA) લઈ સુરતની હોટલમાં રોકાતા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડેમેજ કંટ્રોલના ઈરાદે શિવસેના દ્વારા એકનાથ શિંદેને મનાવવા માટે બે નેતાઓ મિલિન્દ નાર્વેકર અને રવિ પાઠકને સુરત મોકલ્યા હતા, તેઓ બપોરે આવી પહોંચ્યા હતા. પરંતુ સુરત પોલીસે આ બંને નેતાઓને લા મેરેડિયન હોટલમાં જતા અટકાવ્યા હતા, જેથી તે બંને નેતાઓ હોટલથી પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.

શિવસેનાના મંત્રી અને અગ્રણી નેતા એકનાથ શિંદે સોમવારે તા. 20 જૂનની મધ્યરાત્રિએ મહારાષ્ટ્રથી 30 ધારાસભ્યોને લઈ સુરતના ડુમસ રોડ પર આવેલી લા મેરેડિયન હોટલ પર આવી પહોંચ્યા હતા. સવાર પડતા આ વાત મહારાટ્રની શિવસેના સરકાર સુધી પહોંચી ગઈ હતી. આ સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. મહારાષ્ટ્રની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર ચિંતામાં મુકાઈ હતી. એકનાથ શિંદ સહિતના નારાજ ધારાસભ્યોને મનાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ મિલિન્દ નાર્વેકર અને રવિ પાઠકને મોકલ્યા હતા, પરંતુ તે બંનેને સુરતની પોલીસે હોટલમાં જતા અટકાવ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્ર ભાજપ દ્વારા જલગાંવના ભાજપના નેતા સંજય કૂલટેને પણ સુરત મોકલવામાં આવ્યા છે. સંજય કુલટે હોટલની અંદર જઈ એકનાથ શિંદેને મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કહેવાય છે કે એકનાથ શિંદે એનસીપી અને કોંગ્રેસ સાથેના શિવસેનાના ગઠબંધનથી નારાજ છે અને તેઓ ભાજપ સાથે મળી શિવસેના સરકાર બનાવે તેવું ઈચ્છે છે. દરમિયાન શિવસેનાના અન્ય મોટા નેતા સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપે ઈડીની ધમકી આપી એકનાથ શિંદને બળવો કરવા મજબૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે બળવા બાદ શિવસેના દ્વારા એકનાથ શિંદને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ તરફ શિવસેનાને ટેકો આપનાર એનસીપીના કદાવર નેતા શરદ પવારે આ શિવસેનાનો આંતિરક મામલો છે એમ કહીને ખસી ગયા છે.

આપના ગોપાલ ઈટાલિયાએ કહ્યું, શિવસેનાના ધારાસભ્યોને હોટલમાં ગોંધી દેવાયા છે
સુરતના ડુમસ રોડ પર લા મેરેડિયન હોટલમાં શિવસેનાના 30 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હોવાની બાબતે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ભાજપ દ્વારા મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યોને બળજબરીપૂર્વક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. આ ધારાસભ્યો પોતાની મરજીથી નહીં પરંતુ ભાજપની કૂટનીતિનો શિકાર બની હોટલમાં રહેવા મજબૂર થયા છે. હોટલમાથી ભાગવાનો પ્રયત્ન કરનાર શિવસેનાના ધારાસભ્ય ને હોસ્પિટલમાં ખસેડી તરકટ ઉભું કરાયું છે. તે ધારાસભ્યને બેભાન કરવાનું ઈન્જેક્શન મુકાયું છે. તેમની પત્નીએ પતિ ગાયબ થયા હોવાની ફરિયાદ કરવી પડી છે. એટલું જ નહીં સુરત પોલીસ પર પણ દબાણ કરવામાં આવી રહ્યુંછે.

Most Popular

To Top