National

દિલ્હીની હવા ખૂબ જ નબળી કેટેગરીમાં પહોંચી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ

નવી દિલ્હી: (New Delhi) શનિવારે વહેલી સવારે રાજધાની દિલ્હી શહેરમાં ધુમ્મસનું (Fog) વાતાવરણ છવાયું હતું. જેના કારણે દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી (Toxic Air) કોઈ રાહત મળી નથી. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર શનિવારે સવારે શહેરનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) અત્યંત નબળી શ્રેણીમાં 323 નોંધાયો હતો. પર્યાવરણમાં PM 2.5 અને PM 10 બંનેની સાંદ્રતા અનુક્રમે 323 અને 211 ખૂબ જ નબળી શ્રેણી હેઠળ નોંધવામાં આવી હતી. SAFAR અનુસાર શહેરની હવાની ગુણવત્તા રવિવારે વધુ બગડવાની તૈયારીમાં છે અને AQI ખૂબ જ નબળી શ્રેણીમાં વધીને 335 પર પહોંચશે.

હવાની ગુણવત્તા ખાસ કરીને શૂન્ય અને 50 ની વચ્ચેની AQI સારી માનવામાં આવે છે. 51 થી 100 સંતોષકારક, 101 થી 200 મધ્યમ, 201 થી 300 ખરાબ માનવામાં આવે છે. જ્યારે 301 થી 400 વચ્ચેની ગુણવત્તા ખૂબ જ નબળી માનવામાં આવે છે. તેનાથી વધુ 401 થી 500 વચ્ચેનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબજ ગંભીર માનવામાં આવે છે. આજે સવારે પુસા, લોધી રોડ અને મથુરા રોડનો હવા ગુણવત્તા સૂચકાંક ‘ખૂબ નબળી’ શ્રેણીમાં અનુક્રમે 312, 315 અને 342 નોંધાયો હતો.

જો કે દિલ્હીના પડોશી શહેરો નોઈડામાં એકંદરે હવાની ગુણવત્તા સૂચકાંક વધુ ખરાબ થઈ ગયો હતો અને હવાની ગુણવત્તા સૂચકાંક 379 પર PM 2.5 સાંદ્રતા અને 236 પર PM 10 સાંદ્રતા સાથે ખરાબ અને ખૂબ જ ખરાબ તરીકે નોંધવામાં આવ્યો હતો. જ્યારે ગુરુગ્રામની એકંદર હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ હતી કારણ કે આજે સવારે AQI 315 પર નોંધાયું હતું, PM 2.5 સાંદ્રતા 315 પર અને PM 10 ની સાંદ્રતા સાથે આજે સવારે ખૂબ જ નબળી અને મધ્યમ શ્રેણી બંનેમાં અહીં એર પોલ્યુશન નોંધાયુ હતું.

Most Popular

To Top