Comments

શું આપણે સફળ વિદેશ નીતિ ચલાવી રહ્યા છીએ કે પછી આપણે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને બરબાદ કરી રહ્યા છીએ?

કદાચ એવું જ છે ભારતે અમેરિકાને નારાજ ન કરવા ગાઝામાં હિંસા બંધ કરવાની હાકલ કરવાનું ટાળ્યું છે. માલદીવના નવા નેતાએ ભારતને કહ્યું હતું કે તે દેશમાંથી અમારા સૈનિકોને હટાવી દે. કતારે ભારતીય નૌકાદળના આઠ પૂર્વ સૈનિકોને મૃત્યુદંડની સજા ફટકારી છે. ભારતના વાંધાઓ છતાં શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને કોલંબોમાં ડોક કરવાની મંજૂરી આપી હતી. ભૂટાને કહ્યું કે તે ડોકલામ સહિત ચીન સાથે સીમા વાટાઘાટો પૂર્ણ કરવા જઈ રહ્યું છે. નેપાળ તેના નવા ગૌતમ બુદ્ધ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે, ભારત મોટા વિમાનોને ઊડવાની મંજૂરી આપતું નથી. કેનેડાએ કહ્યું કે તે 2024 સુધી ભારતીયો માટે વિઝાને સામાન્ય બનાવી શકશે નહીં. આ બધી ઘટનાઓ તાજેતરના થોડા દિવસોના અંતરાલમાં બની છે.

ભારત સિવાયના તમામ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રોએ ગાઝામાં હિંસાનો અંત લાવવા માટે મત આપ્યો, જેમાં નેપાળ, શ્રીલંકા અને ભૂટાનનો સમાવેશ થાય છે, જે પરંપરાગત રીતે ભારત સાથે મત આપે છે. માલદીવમાં 70 ભારતીય સૈન્ય કર્મચારીઓ હવે પરત ફરશે, રડાર સ્ટેશનો અને સર્વેલન્સ એરક્રાફ્ટની જાળવણી કરશે અને ભારતીય યુદ્ધ જહાજો માલદીવના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવામાં મદદ કરશે. તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે, માલદીવ ચીનની તરફેણ કરવા માંગે છે.

શું આપણે સફળ વિદેશ નીતિ ચલાવી રહ્યા છીએ અથવા આપણે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને બરબાદ કરી રહ્યા છીએ? જેમ કે, આપણામાંના કેટલાક વિચારે છે કે આપણે કરી રહ્યા છીએ તેના પર ચર્ચા કરવી મહત્ત્વપૂર્ણ નથી. આ એટલા માટે છે કારણ કે આપણે મોદીના શાસનકાળના દસમા વર્ષમાં છીએ અને કોઈ વ્યક્તિને કોઈ પણ રીતે સમજાવવા માટે પર્યાપ્ત પુરાવા છે, આથી વિચાર પથ્થર પર લકીર છે. વધુ રસપ્રદ બાબત એ છે કે, મોદી સરકારની વિદેશ નીતિ ખરેખર શું છે અને તેનો હેતુ શું છે. 2014માં ભાજપના ઢંઢેરામાં કહ્યું હતું કે તે ‘સાર્કને મજબૂત બનાવશે’ અને ભારતનાં રાજ્યોને ‘મુત્સદ્દીગીરીમાં મોટી ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે’. દાખલા તરીકે, પંજાબ, જે કેનેડાના વિઝા પ્રભાવિત થવાથી ભારે નુકસાન સહન કરે છે, તે વિદેશ નીતિ અંગે દિલ્હીને સાવચેત કરશે.

2019માં આ બંને સંદર્ભો નાબૂદ કરવામાં આવ્યા હતા. કોઈ તાજા લખાણે તેનું સ્થાન લીધું નથી, પરંતુ જેઓ વિદેશ નીતિનો અભ્યાસ કરે છે તેઓએ એક નવા અભિગમની પ્રશંસા કરી હતી, જેને તેઓએ એકસાથે આવતા જોયા હતા. આ અભિગમ જયશંકર દ્વારા કરાયેલા ચીનની સત્તામાં વધારો, ભારતના ખોવાયેલા દાયકાઓ, મહાભારત, દરિયાઈ શક્તિ અને કોવિડ રોગચાળા જેવી વિવિધ બાબતો પર આપેલા ભાષણોની શ્રેણીમાંથી આવે છે. આ વિવિધ ભાષણોને ‘ધ ઇન્ડિયા વેઃ સ્ટ્રેટેજીઝ ફોર એન અન્સર્ટેન વર્લ્ડ’ નામના પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યા હતા. આ વ્યૂહરચના શું છે?

પ્રથમ, જયશંકર માને છે કે, યુએસ અને યુરોપ અંદરની તરફ જોવાનું ચાલુ રાખશે ( તેમનું પુસ્તક ટ્રમ્પના હાર્યા પહેલા પ્રકાશિત થયું હતું), જ્યારે ચીનનો ઉદય ચાલુ રહેશે. આનાથી ભારત જેવા દેશો માટે વિશ્વ સાથેના તેમના સંબંધોમાં તકવાદી બનવાની જગ્યા ખુલશે અને તેમને નિરંતરતાની જરૂર નહીં હોય. જયશંકરે આપેલા એક ભાષણમાં જ્યાં તેમણે તકવાદ અને અસંગતતાનો આ સિદ્ધાંત પ્રથમ મૂક્યો હતો, જયશંકરે કહ્યું કે, તેને કોઈ નામ આપવું મુશ્કેલ છે. તે શબ્દસમૂહો-’મલ્ટિ-એલાઇનમેન્ટ’ (‘બહુ તકવાદી લાગે છે’) અને ‘ઇન્ડિયા ફર્સ્ટ’ (‘સ્વ-કેન્દ્રિત લાગે છે’) જેવાં વાક્યો લે છે અને કાઢી નાખે છે. તે ‘સમૃદ્ધિ અને પ્રભાવને આગળ વધારવા’ પર કાયમ છે, જે તે કહે છે કે તે સચોટ છે, પરંતુ સ્વીકારે છે કે તે આકર્ષક નથી. તે માને છે કે જો તેનો લાંબા સમય સુધી પીછો કરવામાં આવે તો તેના માટે કોઈ નામ આખરે આવશે. કારણ કે, પડકારનો એક ભાગ એ છે કે આપણે હજી પણ મોટા પરિવર્તનના પ્રારંભિક તબક્કામાં છીએ. કદાચ એવું જ છે.

બીજું કારણ એ છે કે, તે તેના માટે ‘ગુટનિરપેક્ષતા’ જેવું સ્પષ્ટ અને સમજી શકાય તેવું નામ આવવામાં અસમર્થ હતા. એમ હોઈ શકે કે આ કોઈ વાસ્તવિક વિદેશ નીતિ નથી. આ લેખની ટોચ પર સૂચિબદ્ધ થયેલ સમસ્યાઓ સુસંગતતા અને અસરકારકતાના અભાવને પ્રતિબિંબિત કરે છે. જ્યારે કોઈ તમને આમ કરવાથી રોકતું ન હોય ત્યારે સસ્તું રશિયન તેલ ખરીદવું એ વિદેશ નીતિ નથી, પરંતુ તેની એ રૂપમાં પ્રશંસા કરવામાં આવી. જી20નું ફરતું પ્રમુખપદ એ કોઈ સિદ્ધિ ન હતી, પરંતુ તે ભારતીયોને આ રીતે વેચવામાં આવી હતી. જે વસ્તુમાં વડા પ્રધાનને રસ હતો અને જે ચીજ સ્પર્ધા અને સમારોહ માટે બનાવવામાં આવી હતી તેને કંઈક અર્થપૂર્ણ તરીકે રજૂ કરવામાં આવી રહી હતી. તે નિષ્કર્ષથી બચવું સરળ નથી કે, જયશંકરે વિદેશ નીતિની વ્યૂહરચનાના રૂપમાં ચાલી રહેલા અવ્યવસ્થિત અને દિશાવિહીન મોદી વ્યવહારને છૂપાવવા માટે કુતર્ક રજૂ કર્યો હતો.

જયશંકર કહે છે કે તેમની આ અનામી નીતિનો હેતુ ચાર પરિણામો હાંસલ કરવાનો છે. ઘરમાં વધુ સમૃદ્ધિ; સરહદો પર શાંતિ; ભારતીયોનું રક્ષણ; વિદેશમાં પ્રભાવમાં વધારો. ફરી એકવાર સરહદો અથવા સમૃદ્ધિ પર શું થઈ રહ્યું છે તેનો કોઈ અર્થ નથી. મુદ્દો એ છે કે, આપણે શું હાંસલ કરવાનો પ્રયાસ કર્યો છે તેની તપાસ કર્યા પછી અને આપણી આસપાસનાં પરિણામોને જોતાં આપણે વિશ્વમાં ભારતની ભૂમિકા શું છે અને આપણે આપણા માટે યોગ્ય કાર્ય કરી રહ્યા છીએ કે કેમ તેનું ફરીથી મૂલ્યાંકન કરવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top