Dakshin Gujarat

દમણથી દારૂ લાવનારની હવે ખેર નથી: પકડાયાતો જેલની હવા ખાવા તૈયાર રહેજો

વલસાડ: દમણથી (Daman) જો તમે દારૂની એકલ દોકલ બોટલ લઇ વલસાડ (Valsad) જિલ્લામાં પ્રવેશતા હોવ તો ચેતી જજો. ભલે તમે પાતલિયા ચેક પોસ્ટ કોઇ પણ રીતે પાર કરી લીધી હોય, પરંતુ જિલ્લામાં હાઇવે પર કે અન્ય સ્થળ પર ગમે ત્યાં પોલીસ (Police) તમારા વાહનને ચેક (vehicle Check) કરી શકે છે. વલસાડ પોલીસે ચૂંટણીને લઇ એક સપ્તાહથી વાહન ચેકિંગ સઘન બનાવ્યું હોવાનું જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેર થતાંની સાથે જ હવે પોલીસ વધુ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. પારદર્શી ચૂટંણી માટે કલેક્ટર સાથે સાથે પોલીસની પણ એટલી જ જવાબદારી હોય છે.

વલસાડ પોલીસનું આ ચેકિંગ ઇલેક્શન સુધી સતત ચાલુ રહેશે
દિવાળી સમયથી જ ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે એ માટે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથક દ્વારા વાહન ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં તેમના દ્વારા હાઇવે પર તેમજ બોર્ડર વિસ્તારમાં વાહનોની ચેકિંગ થઇ રહ્યું છે. આવા સમયે જો કારમાં દારૂ જેવી કોઇ પણ પ્રકારની ગેરકાનુની વસ્તુ હોય તો જેલની હવા ખાવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. વલસાડ પોલીસનું આ ચેકિંગ ઇલેક્શન સુધી સતત ચાલુ રહેશે.

ચૂંટણીમાં આવું નહીં બને તે માટે પોલીસ પહેલાથી જ સતર્ક
ત્યારે લોકોએ દારૂ જ નહી અન્ય ગેરકાનુંની ચીજ વસ્તુનું વહન કરતા ચેતવું જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચારસંહિતા આજથી જ લાગુ પડી ગઇ છે. અને ખાસ કરીને મતદારોને લલચાવવા નાણા અને શરાબનો ઉપયોગ કેટલાક ઉમેદવારો દ્વારા કરવામાં આવતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી હોય છે. આ વખતની ચૂંટણીમાં આવું નહીં બને તે માટે પોલીસ પહેલાથી જ સતર્ક હતી અને હવે ચૂંટણી જાહેર થયા બાદ ચેકિંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જો કોઇ એક કે બે બોટલ પણ દમણથી લઇને આવશે તો તેની સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.

Most Popular

To Top