National

“વીર સાવરકરે ડરના કારણે અંગ્રેજોની માફી માંગી હતી” રાહુલ ગાંધીની વિવાદાસ્પદ કોમેન્ટ

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ​​ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયા (Media) સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકરે અંગ્રેજોને લખેલો પત્ર (Letter) પણ વાંચ્યો હતો. રાહુલે કહ્યું કે સાવરકરે ડરના કારણે અંગ્રેજોની માફી માંગી હતી, પરંતુ ગાંધીજી, નેહરુ અને પટેલે ક્યારેય એવું કર્યું નથી. સાવરકરનો પત્ર બતાવતા રાહુલ ગાંધીએ તેની છેલ્લી લાઈન પણ વાંચી હતી. આ લાઈન વાંચતા રાહુલે કહ્યું કે સાવરકરે લખ્યું હતું કે, “સાહેબ, હું તમારા સેવક બનવા માંગુ છું.”

  • રાહુલે કહ્યું કે જો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ પત્ર જોવો હોય તો તેઓ પણ જોઈ શકે
  • કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશમાં એક તરફ સાવરકર અને બીજી તરફ ગાંધીના વિચારો વચ્ચે લડાઈ ચાલી રહી છે
  • રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં દેશમાં નફરત, ભય અને હિંસા ફેલાઈ રહી છે

રાહુલે કહ્યું કે જો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ પત્ર જોવો હોય તો તેઓ પણ જોઈ શકે છે. સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી.આ દરમિયાન રાહુલે કહ્યું કે જો સરકારને લાગે છે કે આ યાત્રાથી દેશને નુકસાન થઈ રહ્યું છે તો તેઓએ યાત્રા રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશમાં એક તરફ સાવરકર અને બીજી તરફ ગાંધીના વિચારો વચ્ચે લડાઈ ચાલી રહી છે. મારો અભિપ્રાય છે કે સાવરકરે ડરથી પત્ર પર સહી કરી હતી, જ્યારે નેહરુ, પટેલ ગાંધી વર્ષો સુધી જેલમાં રહ્યા હતા, કોઈ પત્ર પર સહી કરી ન હતી. સાવરકરના પત્ર પર સહી કરવી એ ભારતના તમામ નેતાઓ સાથે વિશ્વાસઘાત હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં દેશમાં નફરત, ભય અને હિંસા ફેલાઈ રહી છે. ભાજપના નેતાઓ ખેડૂતો, યુવાનો સાથે વાત કરતા નથી. દેશના યુવાનો આગળનો રસ્તો જોઈ શકતા નથી. બેરોજગારી, મોંઘવારી ફેલાઈ રહી છે, ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. આ વાતાવરણ સામે ઊભા રહેવા માટે અમે ભારત જોડો યાત્રા શરૂ કરી છે અને તે કન્યાકુમારીથી કાશ્મીર જશે.

Most Popular

To Top