Gujarat

સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવાવની નેમ : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: મહેસાણા (Mehsana) ખાતે આજથી 10 જુલાઇ સુધી આયોજિત સાયન્ટિફિક એક્સપોનો આરંભ થયો છે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આવા સાયન્ટિફિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે . તાજેતરમાં જાહેર થયેલા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અવલ્લ અને સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજી વખત પ્રથમ આવ્યું છે તેમ જણાવ્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે, દેશમાં પ્રખર નેતૃત્વને પગલે મજબૂત સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમનું નિર્માણ થયું છે. દેશ 72 હજારથી વધુ સ્ટાર્ટઅપ અને 100 થી વધુ યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વમાં અગ્રેસર બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજા વર્ષે સિદ્ધિ મેળવી છે. 2017થી આજ સુધી 1156 પેટન્ટ અને કોપીરાઇટ તેમજ 2154 સ્ટુન્ડ સ્ટાર્ટઅપ સાથે ગુજરાતને આત્મનિર્ભર ભારતનું નેતૃત્વ લીધું છે. સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવાવની આપણી નેમ છે.

Most Popular

To Top