Business

એપલે ચીનને આપ્યો ‘ડબલ’ઝટકો , iPhonesમાં નહીં વપરાય ચીની ચિપસેટ! અહેવાલમાં દાવો

અમેરિકન ટેક જાયન્ટ Apple Inc એ ચીનને (China) મોટો ઝટકો આપ્યો છે. કંપની તેના ઉત્પાદનોમાં ચાઇનીઝ ચિપસેટનો (Chipset) ઉપયોગ કરશે નહીં. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Apple ચીનની Yangtze Memory Technologies Co (YMTC)ના મેમરી ચિપસેટનો ઉપયોગ નહીં કરે.એક રિપોર્ટ અનુસાર, અગાઉ અમેરિકાએ (America) નિકાસ નિયંત્રણને લઈને ચીનની ટેક્નોલોજી કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું છે. Appleએ અગાઉ YMTCની NAND ફ્લેશ મેમરીનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી.

  • એપલે પણ ચીની ચીપમેકરને ઝટકો આપ્યો છે
  • અમેરિકાએ ચીની કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું
  • હેડફોન્સનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવા કહ્યું

આ અંગે જાહરે થયૅલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પહેલા કંપનીની યોજના આ ચિપ્સનો ઉપયોગ તે iPhonesમાં કરવાની હતી જે ચીનમાં વેચાવાના હતા. iPhoneમાં વપરાતા 40 ટકા ચિપસેટને YMTC પાસેથી ખરીદવું પડતું હતું. ગયા અઠવાડિયે અમેરિકાએ ચીની કંપનીઓ પર કડક વલણ અપનાવ્યું હતું. યુએસએ ચીનની ટોચની ચિપમેકર YMTC અને અન્ય 30 કંપનીઓને એક યાદીમાં સામેલ કરી છે જેમાં એવું માનવામાં આવે છે કે અમેરિકન અધિકારીઓ આ કંપનીઓનું નિરીક્ષણ કરવામાં અસમર્થ છે. 60 દિવસ પછી આ કંપનીઓ પર વધુ કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ પણ YMTC અંગે તપાસ કરી રહ્યું છે. વોશિંગ્ટન નિકાસ નિયંત્રણોના ઉલ્લંઘન માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. વિભાગ તપાસ કરી રહ્યું છે કે શું કંપનીએ બ્લેકલિસ્ટેડ ચીની ટેલિકોમ્યુનિકેશન કંપની Huawei Technologiesને ચિપ વેચી નથી.

ચીનને બેવડો ફટકો
હવે એપલે પણ ચીની ચીપમેકરને ઝટકો આપ્યો છે. જોકે, કંપનીએ આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. જો આમ થશે તો ચીન માટે તે મોટો ફટકો હશે. કારણ કે, અગાઉ અહેવાલો આવ્યા હતા કે Apple ભારતમાં મોટાભાગના iPhones બનાવી શકે છે. અગાઉના અહેવાલો અનુસાર, Appleએ સપ્લાયર્સને AirPods અને Beats હેડફોન્સનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવા કહ્યું છે. દેશમાં આઈફોનનું ઉત્પાદન કરતી ફોક્સકોન ભારતમાં જ બીટ્સ હેડફોન બનાવવાની તૈયારી કરી રહી છે. આ ચીન માટે બેવડા ફટકા સમાન છે.

Most Popular

To Top