Madhya Gujarat

બોરસદની નહેરમાંથી ટ્રેક્ટર ભરી ભરી પ્રતિમા બહાર કઢાઇ

આણંદ : બોરસદની વઘવાલા નહેરમાં છેલ્લા કેટલાક સમયથી દશા મા અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમાઓ પીઓપીની હોવાથી પાણીમાં પુરી ઓગળી નહતી અને પાણી દુષિત પણ થતું હતું. આથી, પાલિકા પ્રમુખ દ્વારા આ વરસે આ પ્રતિમાઓને બહાર કાઢવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં એક ટ્રેક્ટર ભરી પ્રતિમાઓ બહાર કાઢી હતી. બોરસદ તાલુકામાં દર વર્ષે ઉજવામાં આવતા દશા માના વ્રત અને ગણેશ મહોત્સવ દરમિયાન પીઓપીની મુર્તિઓ ભકતો દ્વારા નહેરમાં પધરાવામાં આવતી હતી. આ પીઓપીની મુર્તિ હોવાથી તે પાણીમાં જલ્દીથી પીગળતી નથી. જેના કારણે નહેરમાં પાણી આછું થવા પર એક વર્ષ બાદ અડધીપડધી મુર્તિના ઢગલા જોવા મળ્યાં હતાં.

તેથી બોરસદના કલ્પવૃક્ષ ફાઉન્ડેશન દ્વારા નહેરમાંથી તે મુર્તિઓ એકઠી કરી રૂંદેલ તળાવમાં વિધીવત્ પધરાવવામાં આવી હતી. આ કાર્ય દરમિયાન નહેરમાંથી ટ્રેક્ટર ભરીને મુર્તિઓ બહાર કાઢવામાં આવી હતી. આ સેવામાં બોરસદ નગરપાલિકા પ્રમુખ આરતી પટેલ, કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના સ્થાપક દુષ્યંત પટેલ, સંગઠન ઉપપ્રમુખ અને ફાઉન્ડેશન સભ્ય જનક પટેલ વિગિરેએ ઉપરાંત વઘવાલા સીમ વિસ્તારનાં યુવાનો, પ્રવીણભાઈ પરમાર તથા ફાઉન્ડેશનના સર્વ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કામ માટે ડી.એમ પટેલ કોન્ટ્રેક્ટર તરફથી ટ્રેકટરની સેવા આપવામાં આવી હતી. જીલ્લા સંગઠન ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ રૂદેલવાળા દ્વારા રૂંદેલ તળાવમાં મુર્તિઓ વિસર્જનની વ્યવસ્થામાં સહકાર આપવામાં આવ્યા હતો.

Most Popular

To Top