Gujarat

રાજ્યમાં 13 થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન

ગાંધીનગર: રાજ્યમાં આગામી તા.13થી 15 મી ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું (Campaign) આયેજન કરાયું છે. પ્રજાજનો રાષ્ટ્રધ્વજની (National Flag) ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલી એજન્સી મારફત ૫૦ લાખ રાષ્ટ્રધ્વજ ખરીદવામાં આવશે. જેમાંથી શહેરી ક્ષેત્ર માટે ૩૦ લાખ અને ગ્રામીણ વિસ્તારો માટે ૨૦ લાખ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્ય સરકારના કેબીનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે વિડિયો કોન્ફરન્સિંગનુ આયોજન કર્યુ હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ગ્રામીણ વિસ્તારમાં ૫૦ લાખ ઘર અને શહેરી વિસ્તારમાં ૫૦ લાખ ઘર એમ કુલ મળીને ૧ કરોડ થી વધુ ઘરો ઉપર ઉપરાંત સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો સહિતના સાર્વજનિક સ્થળો પર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. તે ઉપરાંત મહાનગરોમાં વોર્ડ વાઇઝ તેમજ ગામડાઓમાં પંચાયત ઘર પર રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યના ૫૦થી વધારે ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર તથા ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પરથી પણ રાષ્ટ્રધ્વજની ખરીદી પ્રજાજનો કરી શકશે.

Most Popular

To Top