Entertainment

નેતાઓનાં શિક્ષણ અંગે કરેલી ટિપ્પણી પર કાજોલ ટ્રોલ થઈ

મુંબઈ: કાજોલ (Kajol) બોલિવૂડની (Bollywood) પસંદગીની અભિનેત્રીઓમાંની એક છે જે તેના મજબૂત અભિનય અને સ્પષ્ટવક્તા વલણ માટે જાણીતી છે. કાજોલ હંમેશા પોતાની વાત ખુલીને કરે છે. તે કયારેય પણ પોતાની વાત કહેતા ડરતી નથી. પરંતુ આ વખતે અભિનેત્રીએ પોતાના એક નિવેદનમાં દેશના નેતાઓને (Leader) અશિક્ષિત કહ્યા જેના પર હંગામો મચી ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ (Social Media users) એક્ટ્રેસને તેની વાયરલ કમેન્ટ પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. હવે અભિનેત્રીએ પણ ટ્રોલિંગ પર પોતાનું મૌન તોડ્યું છે.

કાજોલ ટૂંક સમયમાં વેબ સીરિઝ ‘ધ ટ્રાયલ’થી OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. વેબ સિરીઝની અભિનેત્રી પૂરજોશમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ દેશના નેતાઓના શિક્ષણ અને ધીમી વૃદ્ધિ પર ટિપ્પણી કરી જેના પર લોકો ગુસ્સે થઈ રહ્યા છે. અભિનેત્રીએ કહ્યું- બદલાવ ધીમો છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં. તે ખૂબ જ ધીમો છે કારણ કે આપણે આપણી પરંપરાઓ અને વિચારોમાં ડૂબી ગયા છીએ અને અલબત્ત તે શિક્ષણ સાથે સંબંધિત છે. કાજોલે આગળ કહ્યું- તમારી પાસે એવા રાજકીય નેતાઓ છે જેમની કોઈ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ નથી. તેણે કહ્યું દેશમાં રાજકારણીઓનું શાસન છે. આમાંના ઘણા નેતાઓ એવા છે કે જેમની પાસે યોગ્ય નજર્યો પણ નથી, જે માત્ર શિક્ષણથી જ આવે છે.

નેતાઓના શિક્ષણ અંગે કાજોલે કહેલી આ વાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે કાજોલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. કાજોલને ટ્રોલ કરતાં એક યુઝરે લખ્યું- પ્રિય કાજોલ, ચોક્કસ સ્વરમાં અંગ્રેજી બોલવું એ શિક્ષણ નથી. આ એક કૌશલ્ય હોઈ શકે છે. કમનસીબે આપણા પર અશ્વિની વૈષ્ણવ, ડૉ. જયશંકર, નિર્મલા મામ, કિરણ રિજ્જુ, પીયૂષ ગોયલ, નીતિન ગડકરી જેવા શિક્ષિત નેતાઓનું શાસન છે જેઓ તમારી જેમ અંગ્રેજી બોલી શકતા નથી. થોડી શરમ રાખો.

ટ્રોલ થયા બાદ કાજોલે પણ ટ્વિટ દ્વારા પોતાના વાયરલ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું- હું માત્ર શિક્ષણ અને તેના મહત્વ વિશે વાત કરી રહી હતી. મારો હેતુ કોઈ રાજકીય નેતાને અપમાનિત કરવાનો નહોતો. આપણી પાસે કેટલાક મહાન નેતાઓ છે જે દેશને સાચા રસ્તે લઈ જઈ રહ્યા છે. હું માત્ર શિક્ષણ અને તેના મહત્વ વિશે વાત કરી રહી હતી.

શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ હવે કાજોલના નિવેદન અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટમાં લખ્યું-… તો કાજોલ કહે છે કે આપણા પર એવા નેતાઓનું શાસન છે જેઓ અશિક્ષિત છે અને તેમની પાસે કોઈ વિઝન નથી. કોઈ નારાજ નથી, કારણ કે આ તેમનો અભિપ્રાય છે, સત્ય નથી. તેણે કોઈનું નામ પણ લીધું નથી, પરંતુ તમામ ફેન્સ તેના આ નિવેદનથી નારાજ છે.

કાજોલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં જોવા મળશે. આ વેબ સિરીઝ 14 જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે. ‘ધ ટ્રાયલ’ અમેરિકન કોર્ટરૂમ ડ્રામા ‘ધ ગુડ વાઈફ’નું હિન્દી વર્ઝન છે.

Most Popular

To Top