Gujarat

અમદાવાદ: પિતાએ જ પુત્રના શરીરના ટુકડા કર્યા, ધડ અને પગ પોલીથીનમાં ભરી ફેંકી દીધા

અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) વાસણા (vasana) વિસ્તારમાંથી માથા, હાથ અને પગ વગરના અજાણ્યા યુવકનું ધડ મળી આવ્યું હતુ. આ ઘટનાના 5 દિવસ બાદ હવે વાસણાથી 3 કિમી દૂર એલિસબ્રિજ વિસ્તારમાંથી મૃતદેહના પગ મળી આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે સીસીટીવી ચેક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મૃતદેહ હિતેશ નામના 21 વર્ષના યુવકનો છે અને તેની હત્યા તેના વૃદ્ધ પિતાએ કરી હતી. આરોપી પિતાએ ગ્રાઇન્ડર વડે પુત્રના શરીરના નાના-નાના ટુકડા કરી નાખ્યા. આ પછી પોલીથીનમાં નાંખીને અંગો અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવાયા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં 22 જુલાઈના રોજ કપાયેલા અંગો મળી આવ્યા હતાં પોલીસનું કહેવું છે કે યુવકની હત્યા તેના પિતાએ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પુત્રને દારૂ અને ડ્રગ્સની લત હતી. હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. તેમની પૂછપરછ ચાલી રહી છે.

પહેલા તો પોલીસને શંકા ગઈ કે આ પગ એ જ ડેડબોડીનો તો નથી જે 5 દિવસ પહેલા વાસણામાં મળી આવ્યો હતો. જેથી તપાસ ચાલુ રાખીને તેણે એલિસબ્રિજ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. સીસીટીવીમાં સ્કૂટર પર સવાર એક વૃદ્ધ પોલીથીન ફેંકતો જોવા મળ્યો હતો. પોલીસને સ્કૂટરનો નંબર મળી ગયો. જ્યારે પોલીસ સ્કૂટર માલિક પાસે પહોંચી ત્યારે ખબર પડી કે તેણે આ સ્કૂટર આંબાવાડી વિસ્તારના એક વૃદ્ધને વેચ્યું હતું.

આરોપી નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર પુત્રની હત્યા બાદ આરોપી પિતા સુરત ચાલ્યો ગયો હતો. અવધ એક્સપ્રેસ દ્વારા સુરતથી ગોરખપુર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. ગોરખપુરમાં દર્શન કર્યા બાદ આરોપી ત્યાંથી નેપાળ ભાગી જવા માંગતો હતો.

પુત્રને દારૂની લત હતી
આરોપીએ પોલીસને જણાવ્યું કે, છેલ્લા 5-6 વર્ષથી તેનો પુત્ર દારૂ અને ડ્રગ્સનો વ્યસની હતો, તે દિવસે પણ તે દારૂ પીતો હતો અને પૈસાની માંગ કરતો હતો. જ્યારે તેણે પૈસા આપવાની ના પાડી તો તેણે તેના પિતાને માર મારવાનું શરૂ કર્યું. આ પછી પિતાએ ઘરમાં રાખેલા પથ્થર વડે માથું માર્યું, જેના કારણે તેનું મોત થયું.

ગ્રાઇન્ડર મશીનથી ટુકડા
પુત્રના મોત બાદ આરોપી પિતા અમદાવાદના કાલુપુર માર્કેટમાં ગયો, ત્યાંથી ગ્રાઇન્ડર મશીન લાવ્યો. આ પછી તેણે પુત્રના શરીરના નાના-નાના ટુકડા કર્યા. ત્યારબાદ તે ટુકડાઓ કચરાની કાળી પોલીથીનમાં ભરીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. અત્યાર સુધી પોલીસને ધડ અને પગ મળી આવ્યા છે. અત્યાર સુધીની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે પુત્રની હત્યા તેના પિતાએ ડ્રગ્સની આદતના કારણે કરી હતી.

વૃદ્ધના ઘરમાંથી છરી અને લોહીના ડાઘા મળ્યા
વ્યક્તિએ આપેલી માહિતીના આધારે પોલીસ સ્કૂટર યુઝરના ઘરે પહોંચી હતી. જાણવા મળ્યું કે વડીલ અહીં પુત્ર હિતેશ સાથે રહે છે. ઘણા સમયથી હિતેશ વિશે કંઈ જ ખબર નથી. પોલીસે વૃદ્ધના ઘરની તલાશી લેતા અંદરથી તિક્ષ્ણ છરી અને લોહીના ડાઘા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક વૃદ્ધને કસ્ટડીમાં લીધો હતો.

લાશનું માથું અને હાથ ક્યાં છે?
જ્યારે ફરીથી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તો તેમાં પણ એ જ વૃદ્ધ દેખાયા હતા. વાસણા વિસ્તારમાંથી 5 દિવસ પહેલા મળી આવેલી લાશના આ પગ હોવાની પોલીસને ખાતરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વૃદ્ધ એમ. જાની વર્ગ-2ના નિવૃત અધિકારી છે. તે જે ઘરમાં રહે છે તે જ ઘરમાં તેમની બહેન પણ ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. તેમની પત્ની મૃત્યુ પામી છે. એક જ પુત્ર હિતેશ તેમની સાથે રહેતો હતો પરંતુ તે પણ લાંબા સમયથી ગુમ હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પુષ્ટિ થઈ હતી કે લાશ હિતેશની છે. પોલીસે અટકાયત કરાયેલા વૃદ્ધની કડક પૂછપરછ કરતાં તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. વડીલે પોતાના પુત્રની હત્યા શા માટે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે મૃતદેહનું માથું અને હાથ ક્યાં ફેંક્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top