Entertainment

‘પુષ્પા 2’ માટે મેકર્સે આપ્યો રિલીઝ ડેટનો સંકેત, અલ્લુ અર્જુન સાથે આ હીરો મારશે જબરદસ્ત એન્ટ્રી

મુંબઇ: ‘પુષ્પા ધ રાઇઝ’ (Pushpa: The Rise) જોયા બાદ અલ્લુ અર્જુનનો (Allu Arjun) સ્વેગ દેશભરમાં ચર્ચામાં છે. નિર્માતાઓને તેલુગુ ફિલ્મ (Telugu films) ઉદ્યોગની આ શાનદાર ફિલ્મથી ધમાકેદાર બિઝનેસની અપેક્ષા હતી. પરંતુ હિન્દી પ્રેક્ષકોમાં ‘પુષ્પા’નું ટશન આટલી જોરથી ચાલશે એવી તેઓને અપેક્ષા પણ નહોતી.

હવે મેકર્સ સિક્વલ ‘પુષ્પા ધ રૂલ’ને વધુ પાવરફુલ બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. મળતી માહિતી મુજબ એક્ટર વિજય સેતુપતિ ‘પુષ્પા 2’માં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અલ્લુ અર્જુન સાથે ફહાદ ફાઝીલ અને રશ્મિકા મંદન્ના પહેલાથી જ ફિલ્મની કાસ્ટમાં છે. ‘પુષ્પા પાર્ટ 2’ માટે આવા એક્શન સિક્વન્સ અને સ્ટંટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને જોયા બાદ લોકોના હોશ ઊડી જશે. સ્વાભાવિક છે કે ફિલ્મને વધુ જોરદાર બનાવવા માટે બજેટ ઘણો ખર્ચવામાં આવશે. હવે મેકર્સે ‘પુષ્પા-ધ રાઇઝ’ના બજેટને લઈને એક એવું અપડેટ શેર કર્યું છે કે ચાહકોની ઉત્તેજના ઘણી વધી જશે.

બજેટ જબરદસ્ત હશે
બજેટ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે અલ્લુ અર્જુનની આ દમદાર સિક્વલનું બજેટ 350 કરોડ રૂપિયા થવાનું છે. પરંતુ હવે ફિલ્મના નિર્માતાઓમાંના એક વાય. રવિશંકરે કહ્યું છે કે ‘પુષ્પા 2’નું બજેટ આનાથી પણ વધુ હશે. તેમણે કહ્યું હતુ કે ઉત્તર ભારતમાં ફિલ્મનું પ્રમોશન ન કરી શકવાનો તેમને હજુ પણ અફસોસ છે. તેમણે વધુમાં કહ્યું કે દક્ષિણ ભારતની બહાર ફિલ્મની સફળતાથી તેઓ ચોક્કસપણે આશ્ચર્યચકિત થયા હતા. કારણ કે તેમણે પ્રમોશન પર વધુ સમય ન આપ્યો હતો. તેથી તેમણે વધુમાં અનુમાન લગાવ્યું કે ‘પુષ્પા 2’ માટે 500 કરોડ રૂપિયાની જરૂર પડશે.

10 ભાષાઓમાં રિલીઝ કરવાની યોજના
વાય. રવિશંકરે જણાવ્યું કે નેપાળના એક ડિસ્ટ્રીબ્યુટરે તેમને ‘પુષ્પા’ની પ્રિન્ટ માટે માંગેલી રકમ ચૂકવવા સંમત થયા હતા. પાકિસ્તાનના એક ફિલ્મ નિર્માતા, જે તેમને ફ્લાઈટમાં મળ્યા, તેમણે તેમની સામે ફિલ્મના એક ગીતના વખાણ કર્યા હતા. તેમએ વધુમાં જણાવ્યું કે અલ્લુ અર્જુન સ્ટાર ફિલ્મની સફળતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સ હવે આ ફિલ્મને 10 ભાષાઓ અને ઘણા પડોશી દેશોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.

રિલીઝ ડેટનો સંકેત
મેકર્સે એવો સંકેત પણ આપ્યો છે કે ‘પુષ્પા 2’ના પ્રમોશન માટેનું બજેટ 5 ગણું વધી શકે છે અને 50 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. આ વખતે તેઓ દેશના દરેક ભાગમાં લગભગ બે મહિના સુધી ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરવા માંગે છે. રિલીઝ ડેટ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે તે આ ફિલ્મને ઓગસ્ટ 2023 સુધીમાં રિલીઝ કરવા માંગે છે. જો કે આ ફિલ્મ ડિસેમ્બર 2022 સુધીમાં રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ હવે મેકર્સ સાથેની વાતચીત પરથી લાગે છે કે તેઓ ફિલ્મને સ્મેશ હિટ બનાવવામાં કોઈ કસર છોડશે નહીં.

Most Popular

To Top