Dakshin Gujarat

ભરૂચમાં પેટ્રોલ પંપનો કર્મચારી કામ પતાવી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે એકાએક ફાયરિંગ થયું અને…

ભરૂચ : ભરૂચ (Bharuch) જિલ્લામાં ૨૪ કલાકમાં પેટ્રોલ પંપ (Petrolpump) ઉપર લૂંટની બીજી ઘટના સોમવારે (Monday) મોડી રાત્રે બનતા પોલીસતંત્ર (Police) હરકતમાં આવી ગયું છે. સોમવારે નબીપુર-હિંગલ્લા રોડ ઉપર પેટ્રોલપંપને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આ અગાઉ રવિવારે (Sunday) રાત્રે ચાંચવેલ પંપ પર લૂંટારૂઓની મોડસઓપરેન્ડીથી દિલધડક લૂંટ ચલાવી હતી.

નબીપુર-હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાત્રે મોટરસાઈકલમાં પેટ્રોલ પૂરાવવાના બહાને બેથી ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ પેટ્રોલ પંપ પર પહોચ્યા હતાં. મધરાત્રે ઇંધણ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર ઓછા વાહનો આવતા હોવાથી લૂંટ કરવી સરળ બની જાય તેમ હોવાથી લૂંટારા આ સમય પસંદ કરી રહ્યાં છે. દરમિયાન નબીપુર-હિંગલ્લા રોડ ઉપરના પેટ્રોલ પંપનો કર્મચારી કામ પતાવી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે લૂંટારાએ તેમનો પીછો કર્યો હતો. કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારૂઓએ પોતાની બંદુક બતાવી કર્મચારીને ડરાવવાનો હીનપ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓએ ફાયરીંગ પણ કર્યું હતું. જોકે આ દોડધામમાં બૂમરાણ મચતા લૂંટારા નાસી છૂટ્યા હતાં. સદનસીબે આખી ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી.

આખી ઘટનાની જાણ નબીપુર પોલીસને થતા આખા જિલ્લાની પોલીસને એલર્ટ કરી દીધા હતા. માત્ર ૨૪ કલાકમાં બે પેટ્રોલ પંપને ટારગેટ બનાવીને લૂંટ કરવાનો પ્રયાસ અને બંનેની સરખી મોડસઓપરેન્ડી તમામ ગતિવિધિ બારીકાઇથી નજર રાખી રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મળ્યા છે. પોલીસે ભૂતકાળમાં આવી સક્રિય ટોળકીઓ અંગે વિગતો મેળવવાના પ્રયાસ આદર્યા છે.

લૂંટારાએ માથે બંદૂક મુકતા જ પેટ્રોલપંપનો કર્મચારી ધ્રુજવા લાગ્યો, ભરૂચમાં દિલધડક લૂંટ
ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લાના વાગરા સ્થિત ચાંચવેલ પેટ્રોલપંપ (Petrol Pump) ઉપર મોડીરાત્રે બુકાનીધારી લુંટારૂઓએ (Robbery) લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બંદુક (Revolver) સાથે પેટ્રોલ પંપ ઉપર ત્રાટકેલા બે લુંટારૂઓએ બંદુક બતાવી કર્મચારીને ઓફીસમાં લઇ ગયા હતા. જ્યાં તેને માર મારી ભયભીત કરીને ઓફીસમાં મુકાયેલી કેશની માંગણી કરતા દિલધડક રીતે રૂ.૩૦ હજારની લુંટ કરી ભાગી છુટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કર્મચારીઓ દ્વારા પંપના સંચાલકને કરવામાં આવતા પોલીસ સાથે દોડી આવ્યા હતા. આખી ઘટનાને સીસીટીવી ફૂટેજ કબજે કરીને પોલીસે લુંટારૂઓની શોધખોળ આદરી છે.

વાગરા તાલુકા સ્થિત ચાંચવેલ ગામે પેટ્રોલ પંપ ઉપર રાતના સુમારે એકાદ-બે કર્મચારીઓ જ રહેતા હોય છે. લુંટારૂ ટોળકી વાહનોની ભીડ ન હોય એ માટે રેકી કરી હતી. મધરાત્રે મોટરસાઈકલ સવારે બે બુકાનીધારી લુંટારૂ આવતા પેટ્રોલ પંપ પર પહોચી ગયા. પંપ પર એકજ કર્મચારી હોવાનું કન્ફર્મ થતા મોટર સાઈકલ સવાર બંને શખ્સોએ કર્મચારીને બાથમાં લઇ લીધો હતો. પંપના કર્મચારીને મારામારી કરી લમણે બંદુક મૂકી પંપની ઓફીસમાં લઇ ગયા હતા. ગભરાઈ ગયેલો કર્મચારી ધ્રુજવા માંડ્યો હતો. લુંટારૂઓ હિન્દી ભાષામાં જેટલા પૈસા હોય એ આપી દેવાની ધમકી આપી હતી. આખરે કર્મચારીએ ઓફીસના ટેબલ ખાનું ખોલી અંદાજે રૂ.૩૦ હજાર જેટલી રકમ લુંટારૂને સોંપી દીધી હતી.

બંને લુંટારૂએ પંપના કર્મચારીને ઓફીસમાં જ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડરથી કર્મચારી ઓફિસમાં બેસી ગયો હતો. આખી ઘટનાની જાણ પંપના સંચાલકને જાણ કરતા મોડીરાત્રે વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. લુંટની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજના આધારે લુંટારૂઓની શોધખોળ આદરી છે. લુંટારૂઓ હિન્દીભાષી હોવાથી ગુજરાત બહારના હોય એમ અનુમાન છે. પોલીસે તમામ પાસાઓની માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે. બનાવ બાબતે વાગરા પોલીસે લુંટનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top