SURAT

દેશની દરેક શક્તિપીઠમાં બિરાજમાન માતાજીને સુરતમાં બનેલી ચુંદડી ચડે છે

સુરત: (Surat) દેશના વૈષ્ણોદેવી, આબુ અંબાજી, મુંબઇ મહાલક્ષ્મી તેમજ કલકત્તામાં દુર્ગાપુજાના તહેવાર ઉપર માતાજીને ચઢાવાતી ચુંદડીનું કાપડ (Cloth) સુરતના એક કાપડ વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 20 થી 25 વર્ષથી ટેક્સટાઇલ માર્કેટનાં (Textile Market) વેપારી ભગવાનના વાઘા અને માં શક્તિને ચઢાવાતી ચુંદડીનું કાપડ તૈયાર કરે છે. ગ્રે કાપડથી લઇ ડાઇંગની આખી પ્રોસેસ સુરતમાં કરવામાં આવે છે. જેમાં અમેરિકન ફોઇલ પ્રિન્ટથી લઇ જેકાર્ડ મશીન સુધીનું ચુંદડી માટેનું કાપડ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દેશના અલગ-અલગ રાજ્યના વેપારીઓ સુરતથી ચુંદડી માટેનું કાપડ ખરીદે છે.

  • સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારી હરેશ લાલવાણી વૈષ્ણોદેવી સહિતના તીર્થધામો પર કાપડ મોકલાવે છે
  • હરેશ લાલવાણી માત્ર ભગવાનના વાઘા અને ચુંદડી બનાવે છે
  • વેલવેટ ઉપર ચુંદડી વેલ્યુએશન હાલ ટ્રેન્ડમાં

ચૈત્રી નવરાત્રી અને મોટી નવરાત્રી પર્વ ઉપર ટેક્સટાઇલ માર્કેટના વેપારી હરેશ લાલવાણીને ત્યાં પ્રોસેસ થયેલા કાપડ ઉપર દેશના વિવિધ રાજ્યોનાં વેપારી ચુંદડીનું વર્ક કરી વૈષ્ણોદેવી સહિત દેશના તમામ મોટા તિર્થ ધામો ઉપર મોકલાવે છે. માત્ર ભગવાનના વાઘા અને ચુંદડી બનાવવાનું કામ હરેશ લાલવાણીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા વિવા અને ઓર્ગન્ડી કાપડની ચુંદડી તૈયાર કરવામાં આવતી હતી. અત્યારે નેટ-કાપડ ઉપર ફોઇલ પ્રિન્ટ, ખરી પિગમેન્ટ વાળી ચુંદડી બનાવવામાં આવે છે. સુરતમાં ગ્રે-ડાઇંગથી લઇ આખી પ્રોસસ થઇને ચુંદડી માટેનું કાપડ બનાવવામાં આવે છે. સુરતમાં હરીશ લાલવાણી માત્ર એક એવા વેપારી છે જે માત્ર ચુંદડી અને ભગવાનને પહેરાવાતા વસ્ત્રોનું કાપડ તૈયાર કરે છે. જેની ઉપર અલગ-અલગ રાજ્યના વેપારીઓ હેન્ડ વર્ક કરીને તૈયાર કરેલી ચુંદડી વૈષ્ણોદેવી, આબુ અંબાજી, વૃંદાવન, મથુરા, કલકત્તાના મંદીરોમાં મોકલે છે. વિદેશમાં આવેલા મંદીરો માટે પણ ચુંદડી એક્સપોર્ટ કરવામાં આવે છે.

ફેન્સી વર્ક, સાગા હેવી રેન્જમાં તૈયાર થાય છે. હાલ વેલવેટ ઉપર પણ ચુંદડી વેલ્યુએડીશન થાય છે. હોલસેલમાં 27-28 રૂપીયાથી લઇ 300 રૂપિયા સુધીના કાપડ ઉપર માતાજીની ચુંદડી બનાવાઇ છે. 1 મીટરથી લઇ સવા 2 મીટર સુધીની માતાજીની ચુંદડીનું કાપડ સુરતમાં તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેને મુંબઇ, કલકત્તા, બિહાર, ઉત્તર પ્રદેશના વેપારીઓ હરેશ લાલવાણી પાસેથી ખરીદે છે. આ કાપડ ઉપર લેસ પટ્ટી, સ્ટોન-ટીકી ડાયમંડ લગાડીને ચુંદડી તૈયાર કરી મંદીરોમાં મોકલાય છે.

Most Popular

To Top