Dakshin Gujarat

ઓવરબ્રિજની કામગીરીને કારણે બારડોલી અસ્તાન ફાટક 29 સપ્ટેમ્બર સુધી બંધ

બારડોલી: પ્રતિદિન દરમિયાન આશરે ૬૫ જેટલી વિવિધ ટ્રેનની અવરજવરથી બંધ રહેતી બારડોલીની(Bardoli) અસ્તાન(Astan) રેલવે ફાટક (Railway Gate) ઉપર ઓવરબ્રિજ બાંધકામની કામગીરી શરૂ કરાતાં બારડોલીની અસ્તાન રેલવે ફાટક આગામી 29 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન બંધ (Closed) જાહેર કરવામાં આવેલ છે.અસ્તાન તથા ધામડોદ, લુંભા અને કડોદ માર્ગે બારડોલી આવતાં તમામ વાહનો માટે બારડોલી સુગર ફેક્ટરી તરફના અસ્તાન કેનાલ રોડ ઉપર ડાઇવર્ઝન આપવા સાથે આ વિસ્તારોમાંથી બારડોલી નગરપાલિકા તરફથી આવતાં વાહનો માટે ધામડોદ રેલવે ફાટક તથા બારડોલીથી આ વિસ્તારોમાં પાછા જવા માંગતાં વિવિધ વાહનો માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરવા ડાઇવર્ઝન અપાયું હોવાનું જાણવા મળે છે.

અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ બિસ્માર હાલતમાં હોવાથી શિરદર્દ સમાન
ભરૂચ: અંદાજે ૧૪ કિલોમીટર અંકલેશ્વર-ઝઘડિયા રોડ પર જર્જરિત હાલતમાં બ્રિજ હોવાથી ૪ મહિના ભારે વાહનોની સંપૂર્ણપણે સલામતી માટે અવરજવર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભરૂચ અધિક કલેક્‍ટર એન.આર.ધાંધલે સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧)(બી) અન્‍વયે મળેલ સત્તાની રૂ એ તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૩૦/૧૨/૨૦૨૨ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે અંકલેશ્વર-ઝઘડિયા રોડ પર આવેલ બ્રીજના બંને તરફથી પસાર થતાં તમામ પ્રકારના ભારે વાહનોની સંપૂર્ણ અવર જવર બંધ કરવામાં આવ્યો છે.

આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અંકલેશ્વર તરફથી આવતાં વાહનો મુલદ ચોકડી-ગોવાલી-ગુમાનદેવથી ઝઘડિયા તરફ અવર-જવર કરી શકશે.તથા ઝઘડિયા તરફથી આવતાં વાહનો ગુમાનદેવ-ગોવાલી-મુલદ ચોકડીથી અંકલેશ્વર તરફ અવર જવર કરી શકશે.આ જાહેરનામાનાં ઉલ્લંઘન ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે તેમ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભરૂચે એક જાહેરનામાં ધ્‍વારા જણાવ્‍યું છે.

Most Popular

To Top