Dakshin Gujarat

વલસાડની મહિલા સિંગર વૈશાલી મર્ડર કેસમાં પોલીસને હજુ પણ સફળતા મળી નથી

વલસાડ : વલસાડની (Valsad) મહિલા સિંગર (Singer) વૈશાલી બલસારાની હત્યાને (Murder) આજે ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ પોલીસને (Police) હજુ પણ કોઈ ચોક્કસ દિશામાં મળતા કોઈ સફળતા મળી નથી. જોકે આજરોજ પોલીસે વૈશાલીની એક મિત્રની ઉલટ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

  • હત્યાને ચાર દિવસ થઈ ગયા પણ પોલીસને સફળતા મળી નથી
  • પોલીસે વૈશાલીની એક મિત્રની ઉલટ તપાસ શરૂ કરી

વલસાડની ગાયિકા વૈશાલી હિતેશ બલસારાની ગત 28મીને સવારે તેને કારમાંથી પારડીના ચંદ્રપુર વિસ્તારમાંથી મળી હતી. ત્યારબાદ બીજા દિવસે તેની હત્યા થઈ હોવાનું પોસ્ટમોર્ટમબાદ બહાર આવ્યું હતું. આ લાશ મળતાની સાથે પોલીસે તેણીની હત્યાની તપાસ હાથ ધરી હતી. પોલીસે વૈશાલીની હત્યામાં ત્રણ દિશામાં તપાસ કરી હતી. આ તમામ દિશામાં પોલીસને અનેક શંકાસ્પદ વ્યક્તિઓ મળ્યા હતા. જોકે કોઈપણ દિશામાં તેઓને હત્યારાની કોઈ કળી મળી ન હતી.
આ હત્યા કેસમાં પોલીસે અનેક વ્યક્તિઓના નિવેદન બાદ આજરોજ મૃતક વૈશાલીની એક મહિલા મિત્રની ઉલટ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી હત્યારાની અને કોઈ ચોક્કસ દિશા પોલીસને મળી નથી.

પૈસાની લેવડદેવડમાં જ હત્યા થઈ હોવાની કળી મળી રહી છે
વૈશાલી બલસારાની હત્યા પૈસાની લેવડદેવડમાં જ થઈ હોવાનું હવે મનાઈ રહ્યું છે. પોલીસે હાથ ધરી તપાસમાં મળી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. વૈશાલી અને તેની મિત્ર વ્યાજ પર નાણા ફેરવતા હોવાની વાત શહેરમાં ચર્ચા રહી છે. તેમના દ્વારા ઊંચું વ્યાજ વસૂલાતું હોવાનું તેમજ વ્યાજ લેનારને ખૂબ હેરાન કરાતું હોવાની પણ વ્યાપક ચર્ચા શહેરમાં ચાલી રહી છે.

Most Popular

To Top