World

PM મોદી ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’ થી સમ્માનિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ભૂટાનનું (Bhutan) સર્વોચ્ચ નાગરિક સન્માન (Highest Civilian Honour) મેળવનારા પ્રથમ વિદેશી શાસનાધ્યક્ષ બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી સન્માનિત કર્યા હતા. પીએમ મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે છે. શુક્રવારે તેઓ રાજધાની થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા પ્રથમ વિદેશી સરકારના વડા બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કર્યા છે. શુક્રવારે તેઓ રાજધાની થિમ્પુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકને મળ્યા હતા. આ પહેલા વડાપ્રધાન શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર ગળે મળીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ટોબગેએ મોદીને કહ્યું, “સ્વાગત છે, મારા મોટા ભાઈ.”

ભૂટાનના રાજા દ્વારા ‘સવૌચ્ચ નાગરિક સન્માન’થી સન્માનિત થયા બાદ પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ એક ભારતીય તરીકે મારા જીવનનો એક મોટો દિવસ છે. તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો છે. દરેક પુરસ્કાર પોતાનામાં ચોક્કસપણે ખાસ જ હોય છે પરંતુ જ્યારે બીજા દેશ તરફથી એવોર્ડ મળે છે ત્યારે અમને લાગે છે કે અમારા બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે.

Most Popular

To Top