Home Articles posted by Prashant Dayal
મારી પેઢીના જે લોકો છે તેમની પાસે આજની પેઢીના યુવાનો જેટલી જ સમસ્યાઓ અને પ્રશ્નો હતા. છતાં મારી પેઢીના દોસ્તોને ક્યારેય જિંદગીનો ભાર ન લાગ્યો, નિરાશા ન આવી અને કદાચ ડીપ્રેશન જેવા શબ્દની પણ ખબર નહોતી. કદાચ તેનું કારણ એવું હતું કે જિંદગીનો સંઘર્ષ જ એટલો હતો, સુવિધાઓનો અભાવ હતો, જેના કારણે કોઈનું સરનામું પૂછવાથી […]
આપણા દેશમાં હવે જ્યારે બીજા રાજ્યની વાત નીકળે અને બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદુ જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારેય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. […]
આપણે ત્યાં (ગુજરાત) જ્યાં સુધી સોશિયલ મીડિયાનું આગમન થયું ન્હોતું ત્યાં સુધી ગુજરાતી માનસીકતા પ્રમાણે વાંચનને ખર્ચ ગણવામાં આવતો હતો. એક જ અખબાર ચાર વ્યક્તિઓ વાંચે તેવી આપણી માનસિકતા હતી. એક ઘરમાં એક જ અખબાર એટલા માટે આવતું કારણ કે અખબારના કિંમતની સરખામણીમાં પસ્તીનો ભાવ આવતો નથી તેવી આપણી માનસિક્તા છે. જ્યાં સુધી પુસ્તક ખરીદવાનો […]
આપણે એવું માનીએ છીએ કે સ્ત્રી ડરપોક, નબળા મનની અને અશક્ત હોય છે, પરંતુ મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ અને વાસ્તવિક આંકડાઓ જોઈએ તો સ્ત્રીની સરખામણીમાં પુરુષ પોતાને ખુબ જ નબળો અને લાચાર સમજે છે. કદાચ આટલા જ વાક્ય સાથે તમે સહમત નહીં થાઓ પરંતુ અખબારમાં રોજે રોજ આવતી આત્મહત્યાની ઘટનાઓ પર એક નજર કરશો તો સમજાશે કે […]
આપણે એવુ માની છીએ કે દેશના ગરીબ અને સામાન્ય માણસને ન્યાય મળતો નથી પણ આવુ માત્ર ગરીબ અને સામાન્ય માણસ સાથે થાય છે તેવુ નથી,અનેક વખત કોઈ શ્રીમંત અને વગદાર હોય તો પણ તેમને નાનકડી ભુલની મોટી કિમંત ચુકવવી પડે છે, અને જયારે જયારે કોઈ શ્રીમંત અને વગદાર દંડાય ત્યારે દંડ કરનાર તેમને દંડનાર અધિકારીને […]
1990 માં ચીમનભાઈ પટેલ(chimanbhari patel) મુખ્યમંત્રી(Chief minister) તરીકે આવ્યા પછી તેમની સામે આવેલા વિવિધ પ્રશ્નો પૈકી એક પ્રશ્ન મહિલાઓની સલામતીનો મુદ્દો પણ હતો. મહિલાઓ પોતાના ઘરમાં અને ઘરની બહાર નીકળે ત્યારે તેની સલામતી રહે તે જરૂરી હતું,પણ તેનો પેટા પ્રશ્ન એવો હતો કે મહિલા ઉપર પોતાના ઘરમાં ઘરેલુ હિંસા (Domestic violence) થાય અને બહાર નીકળે […]
કોરોનાની સ્થિતિને કારણે રથયાત્રા(Rathyatra) નહીં કાઢવી જોઈએ તેવો મેં આર્ટીકલ લખ્યો ત્યારે અનેક મિત્રોએ પોતાની પ્રતિક્રિયા આપતાં મને સવાલ પૂછયો હતો કે હિન્દુ વિરોધી છો.જો કે આ સવાલ મને આ અગાઉ પણ અનેક વખત પુછાઈ ચૂકયો છે. જો કે આપણે ત્યાં હિન્દુ વિરોધી અને ગુજરાત વિરોધી-દેશવિરોધી(Anti-national) હોવાના સિક્કા છેલ્લા બે દાયકાથી મારવાની પ્રથા શરૂ થઈ […]
થોડા દિવસ પહેલાંની ઘટના છે. મેં સૌરાષ્ટ્ર(Surastra)માં આતંક મચાવનાર ગુંડા અંગે લખ્યું. મેં તે ગુનેગારના નામની આગળ ગુંડા શબ્દનો પ્રયોગ કર્યો હતો. એક વાચકને માઠું લાગ્યું,તેમનો વાંધો ગુંડા શબ્દના પ્રયોગ સામે હતો,વાચક પોતાની નારાજગી વ્યકત કરતાં લખે છે તમે જેમના નામની આગળ ગુંડા શબ્દનો પ્રયોગ કર્યો,તે કોમના લોકોએ દેશની આઝાદીની લડાઈમાં આપેલા યોગદાન અંગે તમને […]