Dakshin Gujarat

અંકલેશ્વરમાં બે સગી બહેનો પિતાની દુકાનેથી ઘરે જતી હતી અને રસ્તામાં…

અંકલેશ્વર: અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે. પોલીસે અપહરણની આશંકાઓ વચ્ચે તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર સારંગપુર ગામમાં દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન પિતાની દુકાનેથી ઘરે જવા રાતે ૯ વાગ્યા બાદના અરસામાં નીકળી હતી.

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર સારંગપુર ગામમાં દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન પિતાની દુકાનેથી ઘરે જવા રાતે ૯ વાગ્યા બાદના અરસામાં નીકળી હતી. આ બાળકીઓ ત્યારબાદ ઘરે પહોંચી જ ન હતી. આસપાસ રમતી હોવાના અનુમાન વચ્ચે પ્રારંભે મામલાને ગંભીરતાથી ન લેવાયો હતો પરંતુ લાંબા સમય સુધી બાળકીઓ ઘરે ન પહોંચતા શોધખોળ શરૂ કરાઈ હતી.

પિતાની દુકાનેથી ઘરે જવા નીકળેલી બાળકીઓ ઘરે ન પહોંચી હોવાની જાણ પરિવારજનો અને પોલીસને કરવામાં આવતા પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હતું. બાળકીઓનો આખીરાત શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો મળ્યો નથી. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આજ પ્રકારે અંક્લેશ્વરમાંથી રમતા રમતા લાપતા બનેલી ૯ વર્ષની બાળકી લાપતા બન્યા બાદ તેની તપાસ CBI ને સોંપાઈ છે.

રાત્રીના આશરે નવેક વાગે પિતા પાસેથી ઘરે જવાનું કહી તોફાખાતુનને અને રમતીખાતુન નીકળી હતી. દશેક મીનીટ બાદ મેં મારી પત્નીને ફોન કરીને બન્ને દિકરીઓ બાબતે પૂછપરછ કરતા તોફાખાતુન તથા રહેમતીખાતુન બન્ને ઘરે પહોંચી ન હતી. બન્ને દિકરીઓ ક્યાંક રમતી હશે અને થોડીવારમાં ઘરે આવી જશે તેમ પ્રારંભે અનુમાન લગાવાયું હતું. પિતા દુકાન બંધ ઘરે ગયો ત્યારે પત્નીએ જણાવેલ કે હજુ સુધી તોફાખાતુન તથા રહેમતીખાતુન બન્ને ઘરે આવેલા નથી. ચિંતામાં પોલીસને જાણ કરાઈ હતી. આખીરાત બાળકીઓનો ક્યાંય પત્તો ન મળતા ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરુ કરી છે.

Most Popular

To Top