World

ઉડતા વિમાનમાં પાયલોટની અચાનક તબિયત બગડી પછી થયો આવો ચમત્કાર…

નવી દિલ્હી: એક પેસેન્જર પ્લેન હવામાં ઉડી રહ્યું હતું. ત્યારપછી તેના પાયલોટની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સી માટે કોકપીટમાંથી બહાર કાઢવો પડ્યો હતો. હવે પ્લેન કોણ ઉડાવશે તે સવાલ ઉભો થયો હતો ત્યારે એક ચમત્કાર થયો અને તમામ મુસાફરોના જીવ બચી ગયા.

એક અહેવાલ મુજબ સાઉથવેસ્ટ એરલાઈન્સના એક વિમાને લાસ વેગાસથી કોલંબસ, ઓહાયો માટે ઉડાન ભરી હતી. વિમાનના ટેકઓફના થોડા સમય બાદ પાયલટની તબિયત અચાનક બગડી હતી. મેડિકલ ઈમરજન્સીના સંજોગોમાં પ્લેનને લાસ વેગાસમાં પાછા ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ગભરાટ ફેલાય તે પહેલા વિમાનમાં સવાર એક મુસાફર વિમાનને કંટ્રોલ કરવા માટે આગળ આવ્યો હતો. તે પ્રોફેશનલ પાઈલટ હતો અને અન્ય એરલાઈન કંપનીમાં કામ કરતો હતો.

તેણે કોકપીટમાં આવીને એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો. દરમિયાન એરક્રાફ્ટના કો-પાયલોટે ફ્લાઇટ પર નિયંત્રણ મેળવી લીધું હતું. થોડા સમય પછી, ફ્લાઈટ 6013 એ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. ગયા બુધવારે બનેલી ઘટના અંગે સાઉથવેસ્ટ એરલાઈન્સના પ્રવક્તા ક્રિસ પેરીએ જણાવ્યું હતું કે અન્ય એરલાઈન્સનો પાઈલટ ફ્લાઇટના ડેકમાં ઘૂસી ગયો હતો અને અમને રેડિયો સંચારમાં મદદ કરી હતી, જ્યારે અમારા સાઉથવેસ્ટ પાઈલટે પ્લેન ઉડાડ્યું હતું.

વિમાન લગભગ 1 કલાક 17 મિનિટ સુધી હવામાં રહ્યું. આ દરમિયાન એક મહિલા પેસેન્જરે બીમાર પાયલટની સારવાર કરી હતી. તે એક પ્રોફેશનલ નર્સ હતી. લેન્ડિંગ બાદ પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આવો જ એક કિસ્સો ગયા વર્ષે મે મહિનામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના ફ્લોરિડામાં એર ટ્રાફિક કંટ્રોલર્સની મદદથી એક મુસાફરે પ્લેનને લેન્ડ કરાવ્યું હતું. ખરેખર ફ્લાઇટ દરમિયાન પાઇલટની તબિયત લથડી હતી. તે બેહોશ થઈ ગયો હતો, ત્યારબાદ પેસેન્જરે પ્લેનને કંટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તેને પ્લેન ઉડાવવાનો કોઈ અનુભવ નહોતો. પરંતુ તે સેસના કારવાં નામના પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યો હતો.

Most Popular

To Top