Dakshin Gujarat

અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે અકસ્માત ઝોન બન્યો

ભરૂચ: (Bharuch) અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ (dandi road) અકસ્માત ઝોન (Accident Zone) બન્યો છે. એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. દિનપ્રતિદિન અંકલેશ્વરથી હાંસોટ અને હાંસોટથી સુરતને (Hansot To Surat) જોડતા દાંડી માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. એક જ અઠવાડિયામાં આ માર્ગ ઉપર એક નહીં પાંચથી વધુ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જો કે અકસ્માતની તમામ ઘટનાઓમાં લોકો સામાન્ય ઈજા જ પહોંચી હતી.

  • અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે અકસ્માત ઝોન બન્યો
  • હાંસોટના સુણેવ ગામ નજીક કારને અકસ્માત નડ્યો

રવિવારના રોજ સવારના અરસામાં એક પરિવાર સુરત ખાતે જઈ રહ્યો હતો. એ દરમિયાન હાંસોટના સુણેવ ગામ નજીક માર્ગ પર ભૂંડ આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર માર્ગની બાજુમાં ઊતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 પૈકી 2 લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ હાંસોટથી સુરતને જોડતા માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે.

માંગરોળના આંબાવાડી ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ ઘાયલ
વાંકલ: માંગરોળના વાંકલ-મોસાલી ચાર રસ્તા મુખ્ય માર્ગ પર આંબાવાડી ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈકસવાર પતિ-પત્ની અને બાળક ઇજાગ્રસ્ત થયાં હતાં. જ્યારે કારચાલકને સામાન્ય ઇજા થઈ હતી. હાંસોટના વાલનેર ગામના ભાવેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા પત્ની જીજ્ઞાબેન અને બાળક યસકુમાર ઉંમર વર્ષ પાંચ સાથે બાઈક લઈને પોતાની સાસરીમાં માંગરોળના ખરેડા ગામે આવ્યા હતા અને કામકાજ પૂર્ણ કરી તેઓ પરત પોતાના ગામ વાલનેર જવા માટે બાઈક ઉપર સાંજના સમયે નીકળ્યા હતા, ત્યારે આંબાવાડી ગામ નજીક મોસાલી તરફથી આવી રહેલ G.J.5 C.D.0026 મારુતિ સુઝુકી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

કારમાં પતિ-પત્ની અને બાળક હતાં. જેમાં કારચાલકને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે બાઈકસવાર ભાવેશભાઈ તેમજ પત્ની જીજ્ઞાબેનને ઇજા થઈ હતી તેમજ પાંચ વર્ષના યસકુમારને પગે ફેક્ચર થયું હતું. જેથી ત્રણેયને સારવાર માટે સુરત ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો કબજે લીધાં હતાં. કારચાલક માંગરોળ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top