Business

ઋષિ સુનકના PM બનતા આનંદ મહિન્દ્રા થયા ઇમોશન્લ, ટ્વીટ કરી કહી આ વાત

નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળના ઋષિ સુનકે (Rishi Sunak) ઇતિહાસ રચ્યો છે. તેઓ બ્રિટનના (Britain) નવા વડાપ્રધાન (New PM) તરીકે ચૂંટાયા છે. સુનક એવા પ્રથમ ભારતીય છે જે બ્રિટિશ સરકારના સર્વોચ્ચ પદ પર રહેશે. ઋષિ સુનકના પીએમ બનતા ભારતમાં ઉજવણીનો માહોલ છે. ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) આઝાદીનો સમય યાદ કર્યો છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની ટ્વીટ ખૂબ વાયરલ (Viral) થાય છે.

આનંદ મહિન્દ્રએ પોતાની ટ્વીટમાં કહ્યું કે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે એવું નિવેદન આપ્યું હતું કે ભારતના નેતાઓની ક્ષમતા ઓછી છે, ભારતીય નેતા નબળા છે. ત્યારે આજે મૂળ ભારતીય ઋષિ સુનેક બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

શું કહ્યું આનંદ મહિન્દ્રએ ટ્વિટમાં
આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને લખ્યું- ‘1947માં, ભારતની આઝાદીના સમયે, વિન્સ્ટન ચર્ચિલે કથિત રીતે કહ્યું હતું કે, તમામ ભારતીય નેતાઓ ઓછી ક્ષમતાના હશે. આજે, આપણી આઝાદીના 75માં વર્ષ દરમિયાન, અમે ભારતીય મૂળના વ્યક્તિને યુકેના વડા પ્રધાન તરીકે શપથ લેતા જોવાની રાહ જોઈ રહ્યા છીએ. જીવન પૂરજોશમાં છે. વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા.

ભારત સાથે ઋષિ સુનકના સંબંધ
ઋષિ સુનકનો જન્મ 12 મે 1980ના રોજ યુકેના સાઉથેમ્પટનમાં થયો હતો. ઋષિના પિતા ડોક્ટર હતા અને માતા દવાખાનું ચલાવતા હતા. ઋષિ સુનકના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંત (બ્રિટિશ ભારત)માં થયો હતો, જ્યારે ઋષિ સુનકના પિતાનો જન્મ કેન્યામાં અને માતાનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો. ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતીય મૂળની વ્યક્તિ બ્રિટનમાં પીએમ પદ સંભાળશે.

ઋષિ સુનક 2015માં પહેલીવાર સંસદ પહોંચ્યા હતા
ઋષિ સુનક વર્ષ 2015માં પહેલીવાર યુકેની સંસદમાં પહોંચ્યા હતા. સુનકે યોર્કશાયરના રિચમંડથી જીત મેળવી હતી. સુનાકનું રાજકીય કદ વધવા લાગ્યું કારણ કે તે બ્રેક્ઝિટના સમર્થનમાં ઉભા હતા. ઋષિ સુનકે ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે.

આનંદ મહિન્દ્રા ટ્વિટર પર સક્રિય છે
આનંદ મહિન્દ્રાના ચેરમેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે, જે વાયરલ થઈ જાય છે. દરેક પોસ્ટની જેમ તેની લેટેસ્ટ પોસ્ટ પણ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આનંદ મહિન્દ્રાના ટ્વિટર પર 98 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Most Popular

To Top