Gujarat

લઠ્ઠાંકાંડ દુ: ખદ ઘટના, કમિટીનો રિપોર્ટ આવ્યા પછી જવાબદારો સામે પગલા લેવાશે : વાઘાણી

ગાંધીનગર : બોટાદના (Botad) રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડના (LatthaKand) પગલે બોટાદ તથા અમદાવાદ (Ahmedabad) જિલ્લા સહિતના ગામોમાં 57 લોકોના મૃત્યુ (Death) થયા છે, ત્યારે આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લઠ્ઠાંકાડના પગલે લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી છે. જવાબદારો સામે પગલે લેવા પણ સીએમ પટેલે સૂચના આપી છે.

કેબિનેટ બેઠક બાદ સીનિયર કેબિનેટ મંત્રી તથા પ્રવકત્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સમગ્ર ઘટના દુ:ખદ છે. તેના પર અત્યારે રાજનીતિ કકવાનો સમય નથી. અત્યારે તો સરકારની પ્રાયોરિટી એ છે કે જે લોકોને કેમિકલની અસર થઈ છે તેઓને યોગ્ય સારવાર મળે અને તેઓ બચી જય તે જરૂરી છે. ભાવનગરમાં તો 13 લોકો સારવાર દરમ્યાન હોસ્પિટલમાંથી જતાં રહ્યાં છે, તેઓએ ડરવાની જરૂરત નથી, સારવાર લઈ લેવી જોઈએ. રાજય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઈમના આઈજી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં એક કમિટિની રચના કરાઈ છે. આ કમિટી ત્રણ દિવસની અંદર સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. તેનો રિપોર્ટ સરકાર સમક્ષ રજુ કરશે. ત્યારબાદ આ ઘટનામાં જે કોઈ અધિકારીની પણ ફરજ પ્રત્યે બેદરકારી હશે, તો તેમની સામે પણ પગલા લેવાશે તેમ વાઘાણીએ કહ્યું હતું .

પોલીસના કહ્યું અનુસાર લોકોએ દારૂ નહિ પણ કેમિકલ પીધું હતું
SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટનાના મૂળ સુધી જવા માટે એક SOP પણ તૈયાર કરવામાં આવી છે બીજીવાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ દરેક મુદ્દાઓ તપાસી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. મિથાઇલ કેમિકલને લગતા નિયમો બનાવવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર રોજીદ ગામના બુટલેગરે લોકોને કેમિકલ આપ્યું હતું. પોલીસે કહ્યા અનુસાર કેમિકલ પીવાને કારણે મૃતકોના મોત થયા છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાંખી પીધો હતો.

FSL રિપોર્ટમાં શું આવ્યું
FSLની રિપોર્ટ અનુસાર અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. જેમાં માત્ર 2 % પાણીનો જ ઉપયોગ કરી ગ્રાહકોને વેચી દેવામાં આવ્યું હતું. હાલમાં 80થી 90 લોકોની FSL રિપોર્ટના આધારે સારવાર ચાલી રહી છે.

મહિલા ASI સસ્પેન્ડ
સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 8 ગામોના 14 બુટેલગરોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મહિલા ASIની જાણમાં દારૂના વેચાણનું સેટિંગ કરાવવામાં આવ્યું હોવાની ઓડિયો ક્લિપ ફરતા મહિલા ASI યાસ્મિન જગરેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇને તાત્કાલિક બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.

Most Popular

To Top