Vadodara

વાઘોડિયા રોડ પર પનીર વેંચતા વેપારીને ત્યાંથી શંકાસ્પદ પનીરના નમૂના લેવાયા

વડોદરા: શહેરમાં વેચાતા પનીર બાબતે સધન ચેકીંગની કામગીરી કરવામાં આવેલ. સધન ચેકીંગની કામગીરી દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાંથી પનીરનાં ૩ તેમજ ચીઝનો ૧ મળી કુલ-૪ નમુના લેવામાં આવેલ તેમજ રૂ.૮૪ ની કિંમતનો આશરે ૧૦ કિ.ગ્રા. પનીરનો જથ્થો તેમજ રૂ.૭,૦૦૦/-ની કિમંતનો આશરે ૨૮ કિ.ગ્રા. ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવેલ. વડોદરા મહાનગર ફુડ સેફ્ટી ઓફિસરોની જુદી-જુદી ટીમો બનાવી શહેરમાં પનીરનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને ત્યાં સધન ચેકીંગ કામગીરી સ્પેશીયલ ડ્રાઇવ સ્વરૂપે કરવામાં આવેલ. જેમાં વડોદરા શહેરમાં વાઘોડીયા રોડ રિાબા નગર સામે આવેલ દ્વારકાધીશ ડેરીમાંથી પનીર(લુઝ)નો નમુનો લીધેલ તેમજ રૂ.૨૮૦૦/- ની કિંમતનો આશરે ૧૦ કિ.ગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલ.

તેમજ સદર જગ્યાએથીજ નોન બ્રાન્ડેડ ચીઝ અનાલોગ બ્લોક (અનરીપેન્ડ)નો નમુનો લીધેલ તેમજ રૂ.૭,૦૦૦/- ની કિમંતનો આશરે ૨૮-કિ.ગ્રા. ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવેલ. પીરામીતાર રોડ પર આવેલ વિજય શ્રીખંડ સમ્રાટમાંથી પનીર (લૂઝ) નો નમુનો લેવામાં આવેલ. તેમજ દાંડીયા બજાર ખાતે આવેલ બુમીયા મીલ્ક સપ્લાયર્સ માંથી પનીર (લૂઝ)નો નમુનો લેવામાં આવેલ. સદર ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી પનીરનાં-૩ તેમજ ચીઝનો-૧ મળી કુલ- ૦૪ નમુના લેવામાં આવેલ. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતે મોકલી આપવામાં આવેલ તેમજ રૂ.૨,૮૦૦/- ની કિંમતનો આશરે ૧૦-કિ.ગ્રા, પનીર તેમજ રૂ.૭,૦૦૦/-ની કિમંતનો આશરે ૨૮ કિ.ગ્રા. ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

Most Popular

To Top