Dakshin Gujarat

તડકેશ્વરની એક મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવામાંથી ચોંકાવનારી વસ્તુ નીકળી

વાંકલ: માંડવીના (Mandvi) તડકેશ્વર (Tadkeshwar) ગામે કાર્યરત શીફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી (Medical Store) દર્દીએ ખરીદેલી ટેબલેટમાંથી (Tablet) વાળ નીકળતાં દર્દીએ માનવજીવન સાથે ચેડાં કરનાર દવા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટર અને આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયિક પગલાં ભરવાની માંગ કરી છે.

  • માનવ જીવન સાથે ચેડા થતાં દર્દીએ વિવિધ અધિકારીઓ અને આરોગ્ય મંત્રીને ફરિયાદ કરી

માંગરોળના હરસણીના દર્દી પરેશ હીરા વસાવાને દાંતમાં દુખાવો થતાં તેઓ સારવાર માટે તડકેશ્વર ગામે આવેલી સીફા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેમણે ફરજ પરના ડો.વસીક અહમદ પાસે નિદાન કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે યુવકને દવા લખી આપી હતી. જેથી દર્દી પરેશકુમાર શીફા હોસ્પિટલના મેડિકલમાંથી દવા ટેબલેટ ખરીદ કરી હતી. ત્યારબાદ તેઓ ઘરે આવી ગયા હતા અને LIKACE SP TAB નામની ટેબલેટ ખોલતાં એક વાળ દેખાયો હતો. જેથી તેઓ ચોંકી ઊઠ્યા હતા અને દવા કંપનીની બેદરકારી છતી થઇ હતી. પોતાની સાથે આવી ઘટના બનતાં તેમણે માનવ જીવન સાથે ચેડાં કરનાર દવા કંપની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જેથી બીજીવાર આવી ઘટના નહીં બને એ માટે તેમણે કાર્યવાહી કરી છે. કલેક્ટર, રાજ્યના આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને તેમણે લેખિત ફરિયાદ કરી જવાબદારો દવા બનાવતી કંપની સામે શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

માનવ જીવન સાથે ચેડાં કરનાર દવા કંપની સામે કડક કાર્યવાહી થવી જોઈએ
પરેશ હીરા વસાવા, હરસણીએ જમાવ્યું હતું કે દવા બનાવતી કંપની સરકારના નીતિ નિયમો મુજબ દવા બનાવતી વખતે તકેદારી રાખતી નથી અને નિયમોનું પાલન નહીં કરી લોકોનાં આરોગ્ય સાથે કંપનીઓ ચેડાં કરી રહી છે. આ બાબતે સ્થાનિક લેવલે માંડવી તાલુકાના મામલતદારને પણ ફરિયાદ કરી છે. સાથે રાજ્યના આરોગ્ય મંત્રી સહિત આ વિભાગ સાથે લાગતા-વળગતા અધિકારીઓને લેખિત ફરિયાદ કરી અને કંપની વિરુદ્ધ ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી મારી માંગ છે.

અમને કોઈ જાણ નથી
શિફા હોસ્પિટલના મેનેજર ફૈઝલ લીંબાડાનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું કે, અમને કોઈ પણ જાતની જાણ નથી કે ફરિયાદ પણ મળી નથી.

Most Popular

To Top