Vadodara

મંજુસર પોલીસના ASI સાથે ગેરવર્તન કરી નેમપ્લેટ પણ ખેંચી નાખી, ત્રણ શખ્સોને ડિટેઇન કરી કાર્યવાહી શરૂ

દારૂના નશામાં કાર ચાલકે પત્રકારની કારને પણ કચડવાનો પ્રયાસ કર્યો,પોલીસ સાથે પણ ધક્કામુક્કી

વડોદરા જિલ્લાના સાવલી-વડોદરા રોડ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે એક પત્રકાર પર કાર ચડાવવાનો પ્રયાસ કરતાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અધિકારીઓ સમજાવવા જતા કાર ચાલક અને તેના સાથીઓએ પોલીસ સાથે પણ ગેરવર્તન કરી ધક્કામુક્કી કરી હતી. આ દરમિયાન ASI વિક્રમસિંહ ડીડોરની નેમપ્લેટ પણ ખેંચી નાખવામાં આવી હતી. આખરે પોલીસે ત્રણેય શખ્સોને કાબૂમાં લઈને મંજુસર પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કર્યા હતા.

સાવલી-વડોદરા રોડ પર બનેલી આ ઘટનામાં દારૂના નશામાં રહેલા કાર ચાલકે બેફામ રીતે વાહન હંકારી એક પત્રકાર પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસ અધિકારીઓ દ્વારા કાર ચાલક અને તેના સાથીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે નશામાં ધૂત શખ્સોએ પોલીસની વાત માનવાને બદલે PSI સાથે ગેરવર્તન કરી ધક્કામુક્કી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, ASI વિક્રમસિંહ ડીડોરની નેમપ્લેટ પણ ખેંચી નાખી હતી.
ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર ચાલક સહિત ત્રણેય શખ્સોને ડિટેઇન કરી મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

Most Popular

To Top