વડોદરા:
યુ.કે.ના લંડન પાર્લામેન્ટ ખાતે યોજાયેલા વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (WBR)ના 10મા સમિટ એન્ડ એવોર્ડ્સ ફંક્શનમાં પુષ્ટિમાર્ગીય પરંપરાના અગ્રણી આચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી ક્ષેત્રે તેમના વૈશ્વિક યોગદાન બદલ પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઑફ એક્સેલન્સ એનાયત કરવામાં આવ્યું છે.

સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશ્વભરમાં નોંધપાત્ર કાર્ય કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે યોજાયેલા આ સમારોહમાં પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને પુષ્ટિમાર્ગીય હવેલીઓ અને વૈષ્ણવ સંઘોની સ્થાપના દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા, માનવતાવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ આ સન્માન અપાયું.
આ સન્માન 25 જૂન, 2026ના રોજ લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં વિશ્વભરમાં સેવાકાર્યથી આગવી ઓળખ ધરાવતા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેમ્બર ઑફ પાર્લામેન્ટ ગ્રેહ વેડન, લોર્ડ રામી રેન્જર, મેયર રાજ મિશ્રા તેમજ વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સના સીઈઓ સંતોષ શુક્લા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.