Gujarat

કર્મચારીઓ અને પેન્શનરોના મોધવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

ગાંધીનગર: ગુજરાત સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારના પગલે રાજ્યના નાણા વિભાગે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થયું છે.

સરકારના પરીપત્ર પ્રમાણે DAમાં આ વધારો 1 જાન્યુઆરી, 2026થી અમલમાં ગણાશે. કર્મચારીઓને વધારાનું ભથ્થું મે-2026ના પગાર સાથે ચૂકવવામાં આવશે. સાથે જ જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના ચાર મહિનાના એરિયર્સ (બાકી તફાવતની રકમ) પણ મે મહિનાના પગાર સાથે જ ચૂકવવામાં આવશે, જે કર્મચારીઓને જૂન-2026માં મળશે.

સાતમા પગાર પંચ હેઠળ આવતા તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના કર્મચારીઓ, ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, અખિલ ભારતીય સેવા (AIS)ના અધિકારીઓ તેમજ રાજ્યના તમામ પેન્શનરોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top