Kalol

કાલોલમાં જાહેર માર્ગ પર દબાણ કરનાર લસ્સી સેન્ટર સંચાલક સામે પોલીસ કાર્યવાહી

બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિકમાં અડચણ ઉભી કરતા વેપારીની અટકાયત
BNS કલમ 285 હેઠળ ગુનો , ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ સખ્ત
કાલોલ, તા. 05/05/2026
કાલોલ ટાઉન પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઉભી કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેર માર્ગ પર દબાણ કરી રાહદારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી સર્જનાર વેપારી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ સામે આવેલી ‘શ્રી કૃષ્ણા લસ્સી’ દુકાન દ્વારા જાહેર માર્ગ પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે વાહનો અને રાહદારીઓની અવરજવરમાં અવરોધ સર્જાઈ રહ્યો હતો.
પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં દુકાન સંચાલક રાકેશકુમાર ડાહયાભાઈ રાણા (ઉંમર 50, રહે. તળાવ પાસે, કાલોલ) હોવાનું સામે આવ્યું હતું. યોગ્ય જવાબ ન મળતા પોલીસે તેની અટકાયત કરી હતી.
આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 285 હેઠળ ગુનો નોંધાયો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ સક્રિય બની કાર્યવાહી કરી રહી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top