ટ્રમ્પનો મોટો દાવો, આ અઠવાડિયામાં ફરી શરૂ થઈ શકે શાંતિ ચર્ચા
અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા–ઇરાન યુદ્ધ હવે લગભગ સમાપ્ત થવાના નજીક છે અને બંને દેશો વચ્ચે આ અઠવાડિયામાં ફરીથી શાંતિ ચર્ચા શરૂ થવાની શક્યતા છે.
પાકિસ્તાનમાં ફરી ચર્ચાની સંભાવના : સૂત્રો મુજબ અમેરિકા અને ઇરાનની ટીમો વચ્ચે બીજી રાઉન્ડની ચર્ચા પાકિસ્તાનમાં ફરી શરૂ થઈ શકે છે. અગાઉ થયેલી ચર્ચા નિષ્ફળ રહી હતી, પરંતુ બંને પક્ષો ફરીથી વાતચીત કરવા તૈયાર હોવાનું જણાવાયું છે.અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ JD વાન્સે પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ હજુ પણ છે, પરંતુ ઇરાન ચર્ચા માટે તૈયાર છે અને અમેરિકા હાલની સ્થિતિથી સંતોષ અનુભવે છે.
ટ્રમ્પનો દાવો – “યુદ્ધ ખૂબ જ નજીક છે અંત તરફ” ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ માને છે કે ઇરાન સાથેનું યુદ્ધ હવે અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે જો અમેરિકા હાલ સૈન્ય કાર્યવાહી રોકે તો પણ ઇરાનને ફરીથી ઉભું થવામાં વર્ષો લાગી શકે.
હોર્મુઝ વિસ્તારમાં અમેરિકાની કડક કાર્યવાહી : યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઇરાનના બંદરો સામે નૌસેનાની કાર્યવાહી તેજ કરી છે. અમેરિકન યુદ્ધજહાજોએ ઇરાનમાંથી નીકળતા કેટલાક તેલ વહન જહાજોને રોકી દીધા હતા અને પાછા ફરવાની સૂચના આપી હતી.આ ઉપરાંત અમેરિકા દ્વારા ઇરાનના બંદરો સામે બ્લોકેડ લાગુ કરાતા વૈશ્વિક તેલ સપ્લાય પર અસર પડી છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉથલપાથલ જોવા મળી છે.
યુદ્ધ વચ્ચે ceasefire અને ચર્ચા પર ભાર : સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ જણાવ્યું કે અમેરિકા–ઇરાન વચ્ચેની ચર્ચા ફરી શરૂ થવાની શક્યતા વધારે છે અને શાંતિ માટે સતત સંવાદ જરૂરી છે.