ગાંધીનગર,
રાજ્યમાં યોગનો વ્યાપ વધારવા અને યોગ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને લકુલિશ યોગ યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.
આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ આગામી સમયમાં યોગના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ, ઉચ્ચ શિક્ષણ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે સાથે મળીને કામ કરશે. આ MoU યોગના ક્ષેત્રમાં શિક્ષણ અને વિકાસને એક નવી દિશા આપવા તરફનું એક મહત્વનું કદમ સાબિત થશે. જેનાથી રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસારની સાથે યુવાનોને ખાસ કરીને ગુણવત્તાયુક્ત યોગ ટ્રેનિંગ અને રિસર્ચની નવી તકો પ્રાપ્ત થશે.