વડોદરા : વડોદરા શહેર માં વધતા જતા વ્યાપ વચ્ચે નવજાત બાળકો પણ કોરોના સંક્રમિત થયા હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બનવા પામ્યો છે.એએસજી હોસ્પિટલમાં ત્રણ બાળકો અને એ સિવાય ઓપીડીમાં આશરે પાંચ થી છ બાળકો સંક્રમિત જણાયા છે.
વડોદરા શહેરમાં કોરોના વાયરસના ફેલાઈ રહેલા સંક્રમણ વચ્ચે યુવાન , યુવતીઓ , આધેડ , વૃદ્ધાઓ સહિત હવે નાના બાળકો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વડોદરા શહેરના એસેસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેને લઈ બાળકોની સારવાર માટે નવું એનક્લોઝર ઉભું કરવામાં આવ્યું છે.તેની સાથે સાથે આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી ચિંતા ઉભી થઇ છે.આ અંગે માહિતી આપતો એસેસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડો.શીલા ઐયરે જણાવ્યું હતું કે અત્યારે દાખલ થયેલા બાળકોમાં ત્રણ બાળકો છે અને એ સિવાય ઓપીડીમાં આવતા આશરે 5 થી 6 બાળકો સંક્રમિત જણાયા છે.
હાલમાં ફેલાયેલા કોરોના સંક્રમણ વચ્ચે બાળકો પણ પોતાના માતા પિતા સાથે રહેતા હોવાથી ઘણા બધા સંજોગોમાં માતા પિતા પણ સંક્રમિત થતા હોય છે.સદનસીબે બાળકોને અમે હોમ ક્વોરેન્ટાઇન ટ્રીટ કરી શકીએ છે.અત્યારે એટલા ક્રિટિકલ બાળકો દાખલ થયા નથી.સિવાય કે આ ત્રણ માંથી બે બાળકો સાજા થઈ ગયા છે.
એક બાળક હજી ક્રિટિકલ છે.વધુમાં ડો.શીલા ઐયરે નગરજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે બાળકોને ભીડભાળ વાળી જગ્યાએ નહીં લઈ જવા.સૌથી નાના બાળકોને માસ્ક પહેરાવું પણ શક્ય નથી હોતું.
કેમકે એ બાળકો નાક મારફતે જ શ્વાસ લેતા હોય છે.ઘરમાં પણ સોશ્યલ ડિસ્ટન્ટ જાળવવું અને બાકીના તમામ મેળાવડાઓ પ્રસંગોમાં જવાનું ઓછું રાખવું જોઈએ.જે મોટા વ્યક્તિઓ માટે સાવચેતી રાખવી જરૂરી છે તે જ પ્રમાણે બાળકો માટે પણ સાવચેતી રાખવી જોઈએ.
રોજના 1000 કરતાં વધુ બાળકો કેરોના સંક્રમિત થતા હોવાનો અંદાજ : ડો.પરેશ મજમુંદાર
વડોદરામાં 200 થી 250 જેટલા પીડિયાટ્રિશ્યન ડોકટરો છે તેઓ પાસે રોજના બે ચાર કેસો પોઝિટિવ આવતા હોય તો રોજના નવા 1,000 જેટલા કેસો પોઝિટિવ હશે એવું બાળ રોગ નિષ્ણાંત ડો.પરેશ મજમુંદારનું માનવું છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ફેલાઈ રહેલા કોરોનાં સંક્રમણ વચ્ચે ગુરુવારે 8 બાળકોમાં કોરોનાં સંક્રમિત થયા હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બનવા પામ્યો છે.જેને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.
આ બાબતે બાળરોગ નિષ્ણાંત ડો.પરેશ મજમુંદારે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આપણે કોરોના ની બીમારી જોઇ રહ્યા છે.શરૂઆતમાં એવું હતું કે નાના બાળકોમાં અને તરુણ વયના બાળકોમાં કોરોનાની બીમારીનું પ્રમાણ નહીવત હતું અથવા ક્યારેક જ કોઈ કેસો જોવામાં આવતા હતા.પરંતુ છેલ્લા 15 થી 20 દિવસથી અંદર કોરોનાનો જે સેકન્ડ વેવ જોવા મળ્યો છે.
એમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે ઘણા નાના બાળકો અને તરુણ વયના બાળકોમાં કેસ પોઝિટિવ આવ્યા છે.કુટુંબમાં માતા-પિતાને પોઝિટિવ હોય બા દાદાને પોઝિટિવ હોય તો બાળકને પોઝિટિવ આવી જાય છે.વડોદરામાં આશરે 200 થી 250 જેટલા પીડીયાટ્રીક ડોક્ટરો છે અને દરેક ડોક્ટર પાસે બે ચાર કેસો પણ પોઝિટિવ આવતા હોય તો રોજ ના નવા 1,000 જેટલા કેસો પોઝિટિવ હશે એવું મારુ માનવું છે.તેમ બાળરોગ નિષ્ણાંત ડો.પરેશ મજમુંદારે જણાવ્યું હતું.